શક્કરીયાંની ઘારી
  • 349 Views

શક્કરીયાંની ઘારી

શક્કરિયાંને બાફી, છોલી, મસળી માવો બનાવવો. એક વાસણમાં ઘી મૂકી, શક્કરિયાંનો માવો શેકવો. સાધારણ શેકાય એટલે તેમાં ખાંડ નાખવી. ચણાના લોટને ઘીમાં બદામી રંગનો શેકીને નાંખવો.

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ શક્કરિયાં
  • 250 ગ્રામ ખાંડ
  • 50 ગ્રામ ચણાનો લોટ
  • 100 ગ્રામ માવો, 300 ગ્રામ મેંદો
  • ઘી, ચારોળી, રોઝ એસેન્સ
  • કોપરાનું ઝીણું ખમણ પ્રમાણસર

Method - રીત

શક્કરિયાંને બાફી, છોલી, મસળી માવો બનાવવો. એક વાસણમાં ઘી મૂકી, શક્કરિયાંનો માવો શેકવો. સાધારણ શેકાય એટલે તેમાં ખાંડ નાખવી. ચણાના લોટને ઘીમાં બદામી રંગનો શેકીને નાંખવો. પછી માવો નાંખવો. ઘટ્ટ થાય એટલે ઉતારી, ચારોળીનો મોટો ભૂકો અને રોઝ એસેન્સ નાંખવો.

મેંદાના લોટમાં ગરમ ઘીનું મોણ નાંખી, કઠણ કણક બાંધી, એક કલાક ઢાંકી રાખવી. પછી સારી કેળવી તેમાંથી પાતળી પૂરી વણી, તેમાં તૈયાર કરેલો માવો ભરી ઘારી બનાવવી. પછી ડાલ્ડામાં ધીમા તાપે તળી લેવી. ઠંડી પડે એટલે સહેજ ઘીનો હાથ લગાડી, કોપરાના બારીક ખમણમાં (બજારમાં તૈયાર મળે છે તે) રગદોળવી.