ગળી પૂરી (મહારાષ્ટ્રીયન વાનગી)
  • 342 Views

ગળી પૂરી (મહારાષ્ટ્રીયન વાનગી)

મેંદામાં ઘીનું મોણ નાંખી, દૂધથી કઠણ કણક બાંધી, એક કલાક ઢાંકીને રહેવા દેવી. પછી થોડું ઘી લઈ, બરાબર કેળવી, તેમાંથી એકસરખી ત્રણ પાતળી પૂરી વણવી. એક પૂરી લઈ, તેના ઉપર ગરમ ઘી લગાડી, બીજી પૂરી મૂકવી.

Method - રીત

મેંદામાં ઘીનું મોણ નાંખી, દૂધથી કઠણ કણક બાંધી, એક કલાક ઢાંકીને રહેવા દેવી. પછી થોડું ઘી લઈ, બરાબર કેળવી, તેમાંથી એકસરખી ત્રણ પાતળી પૂરી વણવી. એક પૂરી લઈ, તેના ઉપર ગરમ ઘી લગાડી, બીજી પૂરી મૂકવી. ફરી તેના ઉપર ઘી લગાડી, ત્રીજી પૂરી મૂકવી.તેના ઉપર ઘી લગાડવું નહિ. ત્રણે પૂરી ભેગી કરી, દબાવી, કિનારે કાંગરી કરવી. વચ્ચે પાસે ગોળાકારમાં કાપા કરવા અથવા કાંસકાથી ઉપર નકશી કરવી. પછી ડાલ્ડામાં તળી તરત જ ઉપર દળેલી ખાંડ ભબરાવી, ઉપર થોડી ખસખસ છાંટવી