મીઠો ભાત
  • 367 Views

મીઠો ભાત

ચોખાને ધોઈ, પાણીમાં થોડીવાર પલાળી રાખવા. એક તપેલીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે તજ-લવિંગ અને એલચીનો વઘાર કરી, ચોખા સાંતળવા. પછી તેમાં દ્રાક્ષ અને પ્રમાણસર પાણી નાંખવું.

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ ચોખા (બાસમતી)
  • 100 ગ્રામ ઘી
  • 25 ગ્રામ લાલ સૂકી દ્રાક્ષ
  • 500 ગ્રામ ખાંડ
  • બદામ, ચારોળી, એલચી, કેસર, તજ, લવિંગ – પ્રમાણસર

Method - રીત

ચોખાને ધોઈ, પાણીમાં થોડીવાર પલાળી રાખવા. એક તપેલીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે તજ-લવિંગ અને એલચીનો વઘાર કરી, ચોખા સાંતળવા. પછી તેમાં દ્રાક્ષ અને પ્રમાણસર પાણી નાંખવું. કેસરને ગરમ કરી, વાટી, 1 ચમચી દૂધમાં ઘૂંટી અંદર નાંખવું. ચોખા ખદખદે એટલે ખૂબ ધીમા તાપ ઉપર સીજવા મૂકવા બરાબર બફાય અને ખીલી જાય એટલે તેમાં ખાંડ પાથરી, ધીમા તાપે સીજવા મૂકવો. બદામને ગરમ કરી પાણીમાં પલાળી, છોલી તેની કાતરી, ચારોળી અને એલચીનો ભૂકો નાંખી, હલાવી ઉતારી લેવો,