સ્વીટ વર્મીસેલી
  • 386 Views

સ્વીટ વર્મીસેલી

એક વાસણમાં ઘી મૂકી વર્મીસેલી શેકવી. બદામી રંગ થાય એટલે અડધો કપ પાણી નાંખવું. થોડી વાર પછી તેમાં દૂધ નાંખવું

Ingredients - સામગ્રી

  • 200 ગ્રામ વર્મીસેલી (મેંદાની સેવ)
  • 1 લિટર દૂધ
  • 200 ગ્રામ ખાંડ
  • ઘી, ગુલાબી રંગ, વેનિલા એસેન્સ, દ્રાક્ષ, બદામ
  • ચારોળી, ચીકુ, કેળાં, સૂકી દ્રાક્ષ, ક્રીમ

Method - રીત

એક વાસણમાં ઘી મૂકી વર્મીસેલી શેકવી. બદામી રંગ થાય એટલે અડધો કપ પાણી નાંખવું. થોડી વાર પછી તેમાં દૂધ નાંખવું. વર્મીસેલી બફાય એટલે ખાંડ અને ગુલાબી લિક્વિડ કલર નાંખવો. પછી ઉતારી, વેનિલા એસેન્સ, દ્રાક્ષ, છોલેલી બદામની કાતરી અને ચારોળી નાંખવા. ઠંડું થાય એટલે તેમાં કેળાં અને ચીકુના કટકા નાંખી, ફ્રિજમાં ઠંડુ કરવું. પીરસતી વખતે થોડું ક્રિમ નાંખવું.