એક વાસણમાં તેલ મૂકી, તેમાં તજ, લવિંગ અને એલચીના દાણાનો વખાર કરી, લીલો મસાલો સાંતળવો પછી તેમાં વટાણા, બટાકાની કટકી, કેપ્સીકમની કતરી, મસાલો, ટોમેટો પ્યુરી, મીઠું અને ખાંડ નાંખી, બરાબર મિક્સ થાય એટલે પકોડી અને લાલ દ્રાક્ષ નાંખી ઉતારી લેવું.
એક બાઉલમાં ચટાકો કાઢી તેના ઉપર બુંદી પાથરવી પછી બટાકાની કાતરી અને ઉપર બુંદી પાથરવી પછી બટાકાની કાતરી અને ઉપર કોપરાનું ખમણ અને લીલાધાણા ભભરાવવા. છેલ્લે ૧ ટેબલસ્પૂન દહીંનો મસ્કો નાંખી સર્વ કરવું.