થાળીપીઠ – કોકોનટ કરી સાથે
  • 303 Views

થાળીપીઠ – કોકોનટ કરી સાથે

Ingredients - સામગ્રી

  • 100 ગ્રામ ચણાની દાળ
  • 100 ગ્રમા ચોખા
  • 50 ગ્રામ ઘઉં
  • 1 ટેબલસ્પૂન ધાણા
  • 1 ટેબલસ્પૂન જીરું
  • 2 ડુંગળી, 2 લીલાં મરચાં
  • 7 કળી લસણ, 1/4 ઝૂડી લીલા ધાણા
  • મીઠું, મરચું, હળદર, તેલ - પ્રમાણસર

Method - રીત

બધા અનાજને ધીમા તાપે શેકવું. ધાણા અને જીરુંને અલગ શેકી તેમાં નાંખી, કરકરો લોટ દળાવવો. તેમાંથી એક વાડકી લોટ લઈ, તેમાં મીઠું, મરચું, હળદર, ડુંગળીનું બારીક કચુંબર, લીલા મરચાંના કટકા, વાટેલું લસણ અને તેલનું મોણ નાંખી લોટ બાંધવો. તવાને બરાબર તપાવી, તે ઉપર તેલ ચોપડી, લૂઓ મૂકી પાણી વાળો હાથ કરીને, અાંગળીથી દાબીને મોટી થાળીપીઠ બનાવવી. વચ્ચે બે-ત્રણ ચપ્પુથી કાપા કરવા. પછી તેલ ચારે બાજુ મૂકવું. બન્ને બાજુ તળાઈ જાય એટલે ઉતારી કોકોનટ કરી સાથે પીરસવી.