ત્રિરંગી દહીંવડાં
 • 126 Views

ત્રિરંગી દહીંવડાં

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ કેપ્સીકમ (મોટાં મરચાં)
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન ધાણાજીરું
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • 5 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • 750 ગ્રામ દહીં
 • 25 ગ્રામ નાળિયેરું ખમણ
 • 250 ગ્રામ અડદની દાળ
 • 250 ગ્રામ મગની દાળ
 • મીઠું, મરચું, હળદર, ખાંડ, હિંગ, તેલ, લીલો મસાલો

Method - રીત

મોટાં મરચાં (કેપ્સીકમ)ની લાંબી કાતરી કરવી. એક વાસણમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી, મરચાંની કાતરી વઘારવી. તેમાં મીઠું, તલ, ખાંડ, ધાણાજીરું, ગરમ મસાલો અને લીલાં મરચાંના બારીક કટકા નાંખી ઉતારી લેવું. સાધારણ ઠંડું થાય એટલે લીંબુનો રસ, નાળિયેરનું ખમણ અને લીલા ધાણા નાંખવા.

દહીને વલોવી મીઠું, ખાંડ અને વાટેલું અાદું નાખવું. અડદની દાળ અને મગની દાળને રાત્રે પાણીમાં અલગ પલાળી રાખવી. સવારે જુદી જુદી વાટવી. તેમાં મીઠું નાંખી ચાર-પાંચ કલાક ખીરું અાથી રાખવું. અાડણી અથવા થાળી ઊંધી પાડી ઉપર ભીનો રુમાલ પાથરી અડદની દાળનું ખીરું વડાં જેવું ગોળ પાથરવું. તેના ઉપર લીલો મસાલો મૂકવો. તેના ઉપર મગની દાળનું ખીરું થોડી હળદર નાંખી, હલાવી પાથરવું. બરોબર દબાવવાં જેથી મસાલો છૂટો પડે નહિ. તેલમાં વડાં તળી લેવાં. વડાં મોટાં બનાવવાં. પીરસતી વખેત તેના ચાર ટુકડા કરવા જેથી ત્રણ કલર દેખાશે. અાજુબાજુ બે ચમચા દહં નાંખવું. તેના ઉપર લાલ મરચાંની ભૂકી છાંટવી.