ત્રિરંગી ઘૂઘરા
 • 149 Views

ત્રિરંગી ઘૂઘરા

Ingredients - સામગ્રી

 • 800 ગ્રામ મેંદો
 • 100 ગ્રામ ટામેટા
 • 1 ઝૂડી પાલકની ભાજી
 • 122 ઝૂડી લીલા ધાણા
 • 2 લીલાં મરચાં
 • મીઠું, મરચું, તેલ
 • પૂરણ માટે –
 • 150 ગ્રામ ચણાનો લોટ
 • 100 ગ્રામ ચણાની ઝીણી સેવ
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • 122 ઝૂડી લીલા ધાણા
 • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન તલ, 1 લીંબુ
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • મીઠું, મરચું, હળદર, ખાંડ, તેલ

Method - રીત

પાલકની ભાજી અને લીલા ધાણાને સમારી, ધોઈ, મિક્સરમાં ક્રશ કરી, પલ્પ બનાવવો.

ટામેટાને મિક્સરમાં વાટી, ગાળી, સોસ તૈયાર કરવો.

ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર અને તેલનું મોણ નાંખી, ખીરું બનાવી, તેના ભજિયાં તેલમાં તળી લેવાં. ઠંડાં પડે એટલે તેનો એકસરખો રવાદાર ભૂકો કરવો. તેમાં ચણાની સેવ, તલ, કોપરાનું ખમણ, લીલા ધાણા, ગરમ મસાલો, લીંબનો રસ અને ખાંડ નાંખી, હલાવી પૂરણ તૈયાર કરવું.

મેંદાને ચાળી, તેના ચાર સરખા ભાગ કરવા. તેમાંથી બે ભાગ એટલે 400 ગ્રામ મેંદો લી, તેમાં મીઠું, અને તેલનું મોણ નાંખી પૂરી જેવી કણક બાંધવી. એટલે સફેદ કણક થશે. ત્રીજા ભાગનો મેંદો એટલે 200 ગ્રામ મેંદામાં મીઠું, વાટેલા લીલાં મરચાં અને તેલનું મોણ નાંખી પાલકની ભાજીના રસથી પૂરી જેવી કણક બાંધવી. અા કણક લીલ રંગની થશે.

ચોથા ભાગનો મેંદો એટલે 200 ગ્રામ મેંદામાં મીઠું, લાલ મરચું અને તેલનું મોણ નાંખી, ટામેટાના સોસથી કણક બાંધવી. અા કણક લાલ થશે.

સફેદ કણકમાંથી પૂરી બનાવવી. તેના ઉપર થોડું તેલ લગાડી, ચોખાનો લોટ ભભરાવવો. તેના ઉપર તે જ માપની પૂરી, લીલી કણકમાંથી બનાવી મૂકવી. તેના ઉપર તેલ લગાડી ચોખાનો લોટ ભભરાવવો. તેના ઉપર લાલ કણકમાંથી પૂરી બનાવી મૂકવી. પછીથી સફેદ કણકમાંથી પૂરી બનાવી મૂકવી. બધી પૂરીઓ એકસરખી અને પાતળી વણવી પછી તેનો રોલ વાળી ઉભો કાપવો કે જેથી લાંબા બે કટકા થાય. પછી તેમાંથી એક લાંબો કટકો લઈ, તેની પડવાળી બાજુ નીચે રાખી, તેના કટકા કાપવા નીચે બધાં પડ રહે અને ઉપર સફેદ પૂરીનો ભાગ રહે તેમ દાબી, તેની પૂરી બનાવવી. પૂરી હાથમાં લઈ, તેમાં તૈયાર કરેલું પૂરણ મૂકી, ઘૂઘરા જેમ બરાબર વાળવા. કિનારે કાંગરી પાડવી અથવા ઘૂઘરા કટરથી કાપી લેવા. પછી તેલમાં ઘૂઘરા તળી લેવા. ઘૂઘરા ઉપર ગુલાબી અને પોપટી પાંદડીઓ પડશે અને અાકર્ષક ત્રિરંગી ઘૂઘરા થશે.