ત્રિરંગી ઈડલી વડાં
 • 209 Views

ત્રિરંગી ઈડલી વડાં

Ingredients - સામગ્રી

 • 200 ગ્રામ ચોખા – જૂના
 • 100 ગ્રામ અડદની દાળ
 • 300 ગ્રામ ચણાની દાળ
 • 50 ગ્રામ દહીં
 • 100 ગ્રામ તુવેરના લીલવા
 • 5 લીલાં મરચાં, કટકો અાદું
 • બલસ્પૂન તલ
 • 200 ગ્રામ કેપ્સીકમ (મોટાં મરચાં)
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • મીઠું, હળદર, ખાંડ, સોડા, તેલ, તજ, લવિંગ,
 • ચણાનો લોટ – પ્રમાણસર
 • દહીં અને લીલી ચટણી – ઉપર નાંખવા માટે

Method - રીત

ચોખા, અડદની દાળ અને ચણાની દાળને રાત્રે પાણીમાં અલગ પલાળી રાખવી. સવારે નિતારી ધોઈ, ચોખાને કરકરા વાટવા. અડદનીદાળને ખૂબ ઝીણી ફીણી ચઢે તેવી વાટવી. પછી બન્ને ભેગા કરી, તેમાં મીઠું નાંખી 12 કલાક ખીરું અાથી રાખવું.

ચણાની દાળને કરકરી વાટી, તેમાં મીઠું, દહીં, સોડા અને તેલનું મોણ નાંખી, કીરું બાર કલાક અાથી રાખવું. પછી થોડીક હળદર નાંખવી.

બીજે દિવસે તુવેલના લીલવાને વાટી, તેલમાં તજ-લવિંગનો વઘાર કરી, લીલવાનો ભૂકો વઘારવો. તેમાં મીઠું, વાટેલાં અાદું-મરચાં, તલ, ખાંડ અને મોટા સીમલા મરચાંને બારીક સમારી, બી કાઢી નાંખીને અંદર નાંખવાં. બધું બફાય અને છૂટુ થાય એટલે ઉતારી, લીંબુનો રસ, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.

એક છીછરી નાની વાડકીમાં ચારે બાજુ તેલ લગાડી, ચણાની દાળનું ખીરું નાંખવું. તેના ઉપર મરચાં-લીલાવાનો મસાલો પાથરવો. તેના ઉપર ચોખા-અડદની દાળનું ખીરું નાંખવું. અાવી રીતે ધી વાડકીઓ કરી, વરાળથી બાફી લેવી. ઠંડી પડે એટલે ગોળ વડાં ઉખાડી લેવાં. ચણાના લોટમાં થોડું મીઠું નાંખી, પાતળું ખીરું બનાવી તેમાં વડાં બોળી તેલમાં તળી લેવા. એક ડિશમાં વડાં મૂકી રવૈયા જેમ કાપી, તેના ઉપર દહીં (વલોવી, મીઠું અને ખાંડ નાંખી) 2 ચમચાં નાખવું અને 1 ચમચી લીલી ચટણી નાંખવી.