ત્રિરંગી પરોઠા
  • 283 Views

ત્રિરંગી પરોઠા

Ingredients - સામગ્રી

  • 200 ગ્રામ મેંદો
  • 100 ગ્રામ ઘઉંનો લોટ
  • 2 બટાકા (બાફી, માવો કરીને)
  • 1 ટેબલસ્પૂન પનીર
  • 1 ટેબલસ્પૂન બાફેલા બીટનો પલ્પ
  • 1 ટેબલસ્પૂન લીલા ધાણા, મરચાં-અાદુંની પેસ્ટ
  • ઘી, મીઠું, મરચું, મરીનો ભૂકો, ચખાનો લોટ, લીંબુનો રસ

Method - રીત

મેંદો અને ઘઉંનો લોટ ભેગો કરી તેમાં મીઠું નાંખી ચાળી લેવો. તેમાં ઘીનું મોણ નાંખી ત્રણ ભાક કરવા. એક ભાગમાં બીટનો પલ્પ અને થોડું લાલ મરચું નાખી લોટ બાંધવો. બીજા ભાગમાં બટાકાનો માવો, મરીનો ભૂકો, પનીર, મીઠું અને લીંબુનો રસ નાંખીલોટ બાંધવો.ત્રીજા ભાગમાં લીલા ધાણા- અાદું મરચાંની પેસ્ટથી લોટ બાંધવો. લાલ કલરનો લૂઓ લઈ, દાબી તેના ઉપર થોડું ઘી અને ચોખાનો લોટ ભભરાવી બટાકાવાળો સફેદ લૂઓ મૂકવો. તેને દબાવી ઘી લગાડી, ચોખનો લોટ ભભરાવી લીલા કલરનો લૂઓ મૂકવો. અાવી રીતે પહેલાં લાલ પછી સફેદ અને ઉપર લીલા કલરનો લૂઓ અાવશે. પછી તેના પરોઠા વણી તવા ઉપર ઘી મૂકી શેકી લેવા. પરોઠાના ચાર ત્રિકોણ કટકા કરવા. અાથી તેના ત્રણ કર દેખાશે. દહીંની ચટણી સાથે પીરસવા.