ટોમેટો-ચીઝ પીઝા
 • 305 Views

ટોમેટો-ચીઝ પીઝા

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ મેંદો
 • 5 ગ્રામ ડ્રાય યીસ્ટ
 • 2 ટીસ્પૂન ખાંડ
 • 2 નંગ ડુંગળી
 • 5 નંગ કેપ્સીકમ
 • 5 લીલાં મરચાં
 • 1/2 ટીસ્પૂન તજનો પાઉડર
 • 1/2 ટીસ્પૂન અજમાનો પાઉડર
 • 7 ટેબલસ્પૂન ટોમેટો સોસ
 • 2 લીલી ડુંગળી
 • 1 પેકેટ ચીઝ
 • 1 નાની ઝૂડી લીલા ધાણા
 • ઘી, દૂધ, મીઠું - પ્રમાણસર

Method - રીત

એક વાસણમાં 4 મરચાં ગરમ દૂધમાં યીસ્ટ અને ખાંડ ભેગાં કરી, ખૂબ હલાવવું. 10 મીનિટ રહેવા દેવું. મેંદામાં મીઠું નાંખી ચાળીલેવો. પછી તેમાં ઘી અને યીસ્ટનું મિશ્રણ ભેળવી મોટા વાસણમાં ભરી, એક-દોઢ કલાક ફૂલે ત્યાં સુધી ઢાંકીને કણક રહેવા દેવી. પછી દૂધ લઈ કણકને મસળી, તેમાંથી 1 ઈંચ જાડો રોટલો હાથથી થેપીને બનાવવો. બેકિંગ ટ્રેને ઘી લગાડી ઉપર થોડો મેંદો છાંટી (ડસ્ટિંગ કરી) રોટલો મૂકવો ઓવનમાં બેક કરી લેવો.

એક વાસણમાં ઘી મૂકી, તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. બ્રાઉન કલર થાય એઠલે 3 કેપ્સીકમની લાંબી કાતરી કરીને નાંખવી. પછી મીઠું, વાટેલાં અાદુ-મરચાં, ખાંડ, તજનો પાઉડર, અજમાનો પાઉડર અને ટોમેટો સોસ નાંખી, થોડી વાર તાપ ઉપર રાખી ઉતારી લેવું.

બેકિંગ ટ્રેના રોટલા ઉપર તૈયાર કરેલો ટોમેટો સોસ પાથરવો. તેના ઉપર કેપ્સીકમની ગોળ રિંગ અને લીલી ડુંગળીની ગોળ રિંગ મૂકી, ઉપર ખમણેલું ચીઝ અને થોડા લીલા ધાણા ભભરાવવા. પ્રિહીટેડ ઓવનમાં બેકિંગ ડિશમાં મૂકી ચીઝ ઓગળે ત્યાં સુધી બેક કરવું. ઠંડું પડે એટલે ત્રિકોણ કટકા કાપવા.