ટામેટાનાં ટમટમ
  • 346 Views

ટામેટાનાં ટમટમ

Ingredients - સામગ્રી

  • 100 ગ્રામ લીલા વટાણા
  • 100 ગ્રામ તુવેરના લીલવા
  • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 3 લીલાં મરચાં
  • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
  • 1 ઝૂડી લીલા ધાણા
  • 500 ગ્રામ ટામેટાં (નાનાં)
  • 25 ગ્રામ ચણાનો લોટ
  • મીઠું, મરચું, ખાંડ, તેલ, હિંગ

Method - રીત

વટાણા અને તુવેરના લીલવાને વાટવા. એક તપેલીમાં તેલ મૂકી, હિંગ નાંખી, ભૂકાને વઘારવો. તેમાં મીઠું નાંખી, ઢાંકણઢાંકી, ધીમા તાપ ઉપર મૂકવું. બફાય એટલે તેમાં ગરમ મસાલો, ખાંડ, મરચું અને લીલાં મરચાંના કટકા નાંખી, ઉતારી લેવું. તેમાં નાળિયેરનું ખમણ અને લીલા ધાણા નાંખી, મસાલો તૈયાર કરવો.

ટામેટાંને થોઈ કોરાં કરી, ડીંટાં અાગળથી તેની ગોળ કાપલી ચપ્પુથી કાઢી લેવી. પછી ટામેટાંની અંદરથી બધો રસ ધીમે રહીને કાઢી, ટામેટાં થોડી વાર ઊંધાં મૂકી રાખવાં. રસ બધો નીકળી જાય એટલે તૈયાર કરેલો મસાલો ભરી ઉપર કાપલી મૂકવી. ચણાના લોટમાં થોડું મીઠું અને પાણી નાંખી, પેસ્ટ બનાવી, તેનાથી કાપલી ચોંટાડી દેવી.

એક પહોળા વાસણમાં તેલ મૂકી, તેમાં હિંગનો વઘાર કરી, ટામેટાં મૂકવાં. ઢાંકણ ઢાંકી ખૂબ ધીમા તાપ ઉપર સીઝવા મૂકવાં. ટામેટાં ભાગે નહિ તેમ ઉછાળીને ઉપર – નીચે કરવાં. ટામેટાં બફાઈ જાય એટલે ઉતારી નાળિયેરનું ખમણ અને લીલા ધાણા નાંખવા.

ટમટમ સાથેની ચટણી – ટામેટાંનો રસ જે કાઢી લીધો હોય તેને ગરમ કરી, સૂપના સંચાથી ગાળી લેવો. તેમાં મીઠું, મરચું, તજ-લવિંગ-મરીનો ભૂકો અને શેકેલા તલનો ભૂકો નાંખી, તાપ ઉપર મૂકી, એકરસ થાય એટલે ચટણી ઉતારી લેવી.