ત્રિપલ પેટીસ
 • 300 Views

ત્રિપલ પેટીસ

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ બટાકા, 100 ગ્રામ વટાણા
 • નંગ-2 ગાજર, 1 લીંબુ, નંગ-2 સ્લાઈસ બ્રેડ
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • 2 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
 • 1 ટેબલસ્પૂન કેચપ, 122 ટીસ્પૂન લાલ મરચું
 • 1/2 ટીસ્પૂન સફેદ મરચું
 • 1/2 ટીસ્પૂન અામચૂર પાઉડર
 • 1 કપ તીખી લીલી ચટણી
 • 1 કપ ગળી ખજૂર-અાંબલીની ચટણી
 • મીઠું, ખાંડ, તેલ

Method - રીત

બટાકાને બાપી, છોલી માવો બનાવવો. તેના ત્રણ ભાગ કરવા.

પહેલા લેયર માટે – વટાણાને બાફી, તેમાં લીલાં મરચાં, અાદુંને લીલા ધાણા નાંખી, મિક્સરમાં વાટી પેસ્ટ બનાવવી, તેમાં એક ભાગનો બટાકાનો માવો, મીઠું, ખાંડ, લીંબુનો રસ અને બ્રેડને પાણીમાં પલાળી, નિચોવી, મસળીને તેમાં નાંખી, બરાબર મિક્સ કરી, તેના ગોળા બનાવવો.

બીજા લેયર માટે – બટાકાના બીજા ભાગમાં નાળિયેરનું ખમણ, મીઠું, ખાંડ, સફેદ મરચું અને લીંબુનો રસ નાંખી ગોળા બનાવવા.

ત્રીજા લેયર માટે – બટાકાના માવાના ત્રીજા ભાગમાં ગાજરને છોલી તેનું છીણ, મીઠું, ખાંડ, લાલ મરચું, અામચૂર પાઉડર, કેચપ અને બ્રેડની સ્લાઈસને પાણીમાં બોળી, પાણી નિતારી, મસળી અંદર નાંખી, તેના ગોળા બનાવવા. પછી પેટીસના મોલ્ડમાં નીચે લાલ રંગનો ગોળો મૂકી દાબી, તેના ઉપર લીલી ચટણી છાંટવી અને છેક ઉપર લીલા રંગનો ગોળો મૂકી, દાબી, પેટીસ બનાવવી. પેટીસને મોલ્ડમાંથી બહાર કાઢી, તવા ઉપર તેલ મૂકી, બન્ને બાજુએ તળી લેવી. મોલ્ડ ન હોય તો પહેલા લાલ રંગનો ગોળો મૂકી, દબાવી, હાથથી હાર્ટ અાકાર કરવો. તેના ઉપર તીખી ચટણી છાંટવી. તેવી રીતે તેના ઉપર સફેદ અને પછી ગ્રીન કલરનો ગોળો મૂકી, અાકાર કરી, દાબી પેટીસ બનાવી, તવા ઉપર તેલમાં તળી લેવી. હાર્ટ અાકાર ન કરવો હોય તો લંબગોળ અાકાર પણ થઈ શકે. બન્ને ચટણી સાથે અાપવી.