ટ્રિપલ હલવો
  • 141 Views

ટ્રિપલ હલવો

દૂધીને છોલી, છીણી, તેમાં ખાંડ ભેળવી, ચોળીને અડધો કલાક રાખી મૂકવી. એક તપેલીમાં ઘી મૂકી તાપ ઉપર મૂકવું. ગરમ થાય એટલે તેમાં એલચીના દાણા નાંખી, ખાંડ ભેળવેલું દૂધીનું છીણ નાંખવું.

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ દૂધી
  • 150 ગ્રામ ખાંડ
  • 50 ગ્રામ માવો
  • ઘી, 2 એલચી, વેનિલા એસેન્સ, ગ્રીન કલર

Method - રીત

દૂધીને છોલી, છીણી, તેમાં ખાંડ ભેળવી, ચોળીને અડધો કલાક રાખી મૂકવી. એક તપેલીમાં ઘી મૂકી તાપ ઉપર મૂકવું. ગરમ થાય એટલે તેમાં એલચીના દાણા નાંખી, ખાંડ ભેળવેલું દૂધીનું છીણ નાંખવું. તાપ ધીમો રાખવો. છીણ બફાય અને ઘી નીકળે એટલે માવો અને થોડોક લીલો કલર નાંખવો. ઠરે તેવું થાય એટલે ઉતારી, તેમાં વેનિલા એસેન્સ નાંખી, થાળીમાં ઘી લગાડી, હલવો ઠારી તેવો.