ટમટમ બોન્ડા
 • 316 Views

ટમટમ બોન્ડા

Ingredients - સામગ્રી

 • 1 ઝૂડી લીલા ધાણા
 • 5 લીલાં મરચાં
 • 50 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 25 ગ્રામ લીલું લસણ
 • 2 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ખસખર
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 લીંબુ – મોટું
 • ચણાનો લોટ (મસાલામાં સમાય તેટલો)
 • મીઠું, હળદર, ખાંડ, સોડા, તેલ, રાઈ, હિંગ
 • ઉપર દેખાવ માટે –
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 2 ટેબલસ્પૂન તલ (શેકેલા)
 • 1 ટીસ્પૂન ખસખસ (શેકેલી)

Method - રીત

લીલા ધાણાને બારીક સમારી, ધોઈ થાળીમાં કાઢવા. તેમાં લીલાં મરચાંના બારીક કટકા, નાળિયેરનું ખમણ, વાટેલું લીલું લસણ, શેકેલા તલ, શેકેલી ખસખસ, ગરમ મસાવો, લીંબુનો રસ, ખાંડ, મીઠું, હળદર, થોડોક સોડા અને તેલનું મોણ નાંખી, તેમાં સમાય તેટલો ચણાનો લોટ નાંખી, મધ્યમસરની કણક બાંધવી.

એક મોટા તપેલામાં પાણી ભરી, તેના ઉપર છડો બાંધી, તાપ ઉપર મૂકવું. પાણી ઉકળે એટલે તેના ઉપર તૈયાર કરેલી કણકમાંથી નાનાં વડાં બનાવી, ગોઠવી દેવાં. ઉપર ઢાંકણ ઢાંકવું. વડાં બરાબર બફાઈ જાય એટલે ઉતારી ઠંડાં પાડવાં. એક વાસણમાં તેલ મૂકી, રાઈ-હિંગનો વઘાર કરી, વડાં વઘારવાં. બદામી રંગનાં થાય એટલે ઉતારી, થોડા લીલા ધાણા, કોપરાનું ખમણ, ખસખસ અને તલ ભભરાવવાં. ઉપર થોડી લાલ મરચાંની ભૂકી છાંટવી. વડાંને વઘારવાને બદલે તેલમાં તળી શકાય.