અડદના ગોટાં
  • 470 Views

અડદના ગોટાં

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ અડદની દાળ
  • 50 ગ્રામ ઘઉંનો લોટ
  • 2 ટેબલસ્પન દહીં
  • 1 ટેબલસ્પૂન અથાણાનો રસો
  • 3 લીલાં મરચાં, કટકો અાદું
  • મીઠું, મરચું, હળદર, ખાંડ, તેલ, ચપટી સોડા

Method - રીત

250 ગ્રામ અડદની દાળને કરકરી દળાવી તેમાં 50 ગ્રામ ઘઉંનો કરકરો લોટ તેલથી મોઈને નાંખવો. પછી તેમાં મીઠું, મરચું, હળદર, થોડો સોડા, દહીં, ખાંડ, વાટેલાં અાદું-મરચાં, તેલનું મોણ અને એક ચમચો અથાણાનો રસો નાંખી, ગરમ પાણીથી ખીરું બાંધી, બે-ત્રણ કલાક અાથી રાખવું. પછી પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે એક ચમચો તેલ ખીરામાં નાંખી, હલાવી, તેલમાં ગોટા તળી લેવાં.
અા ગોટા શ્રી માતાજીના નૈવેદ્યમાં બનાવવામાં અાવે છે.