અડદના લોટને ઘી-દૂધનો દાબો દઈ, ચાળી રવાદાર ભૂકો બનાવવો. પછી ઘીને ગરમ કરી શેકવો. બરાબર શેકાય અને બદામી રંગ થાય એટલે ઉતારી ઠંડો પાડવો ઉપર જણાવેલ બધાં વસાણાંને ખાંડી, ચાળી, લોટમાં નાખવા.
અડદના લોટને ઘી-દૂધનો દાબો દઈ, ચાળી રવાદાર ભૂકો બનાવવો. પછી ઘીને ગરમ કરી શેકવો. બરાબર શેકાય અને બદામી રંગ થાય એટલે ઉતારી ઠંડો પાડવો ઉપર જણાવેલ બધાં વસાણાંને ખાંડી, ચાળી, લોટમાં નાખવા. એક તપેલીમાં સાકર અથવા ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી ઉકાળવું. તેમાં 1 ચમચો દૂધ નાંખી, મેલ કાઢવો. કેસરન ગરમ કરી વાટી, દૂધમાં ઘૂંટી અંદર નાંખવું. ચાસણી અઢી તારી (ગોળ વળે તેવી) થાય એટલે ઉતારી, થોડી વાર ઘૂંટવી, પછી તેમાં લોટ, એલચીનો ભૂકો, બદામ-ચારોળીનો અધકચરો ભૂકો નાખી, થાળીમાં ઘી લગાડી ઠારી દેવું. ઠરે એટલે વધેલા ઘીને ગરમ કરી, ઉપર રેડી દેવું. અથવા ચાંદીનો વરખ લગાડવા.
નોંધ – ઘી ઓછું વાપરવું હોય તો ઉપર ઠારવું નહિ. તેને બદલે છોલેલી બદામની કાતરી, પિસ્તાની કાતરી, અને ચારોળી ડિઝાઈન પાડી લગાડી દેવી. વધારે વસાણાં ભાવે નહિં તો ઓછાં નાખવા. એક કિલો અડદનો લોટ ભારે પડે તેમ હોય તો 250 ગ્રામ અડદનો, 150 ગ્રામ ચણાનો અને 100 ગ્રામ ઘઉંનો લોટ લેવો. શિયાળામાં રોજ સવારે એક ચકતું લેવાય તો ટોનીક અને શક્તિવર્ધક છે.