અડદના લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરી, તેમાં મીઠું, ચપટી સોડા, દહીં, અાદું-મરચાંની પેસ્ટ અને તેલનુંમોણ નાંખી, સાધારણ ગરમ પાણીથી ખીરું બાંધી, 2 કલાક રહેવા દેવું. ખીરું કઠણ રાખવું.
સૂકા કોપરાને છોલી, ધીમા તાપે શેકી લેવું. ઠંડું પડે એટલે હાથથી મસળી ભૂકો કરવો. લીલાં મરચાંના કટકા કરી, તેલમાં સાધારણ સાંતળવી. 1 ચમચી ખસખસ અને તલને શેકવા. પછી બધું ભેગું કરી, તેમાં ચણાની સેવ, મીઠું, ગરમ મસાલો, થોડી ખાંડ, લીંબુનો રસ અને લીલા ધાણા સમારી, ધોઈ, તદ્દન કોરા કરી નાંખીને સંભાર તૈયાર કરવો.
અડદની દાળના ખીરામાં થોડું ગરમ તેલ નાંખી, તેમાંથી મોટો લૂઓ લઈ, વાડકી અાકાર કરી, સંભાર ભરી, વડાં બનાવી તેલમા ંતળી લેવા. એક ડિશમાં ખસખસ પાથરી, તરત વડાં રગદોળવા. અાથી વડા ઉપર ખસખસની અાછી ઠાં પડશે. ટોમેટો કેચપ અથવા દહીંની ચટણી સાથે સર્વ કરવા.