વાલોળ અને કળીનું શાક
 • 416 Views

વાલોળ અને કળીનું શાક

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ લીલી વાલોળ
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન ધાણાજીરું,
 • 1 ટેબલસ્પૂન તલ
 • 4 લીલાં મરચાં, કટકો આદું
 • 100 ગ્રામ ટામેટાં, 100 ગ્રામ ચણાનોલોટ
 • 1 ટીસ્પૂન અજમો, 1 ઝૂડી લીલા ધાણા
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • મીઠું, હળદર, મરચુ, થોડો ગોળ
 • તેલ, હિંગ, અાખાં મરચાં

Method - રીત

વાલોળના રેસા કાઢી, કટકા કરવા. પાકટના દાણા કાઢવા એક તપેલીમાં તેલ, પાણી અને થોડો સોડા નાંખી, દૂધિયું બનાવી, ગેસ ઉપર મૂકવું. ઉકળે એટલે વાલોળ નાંખવી. બફાય એટલે મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું, થોડો ગોળ, તલ, વાટેલાં અાદું-મરચાં અને ટામેટાંના કટકા નાંખવા.

ચણાનો લોટમાં મીઠું, મરચું, હળદર અને તેલનું મોણ નાંખી, પાતળું ખીરુ બનાવી ઝારાથી તેલમાં કળી પાડી, તળીને શાકમાં નાંખવી. થોડા તેલમાં હિંગ, અજમો અને આખાં મરચાંના કટકાનો વઘાર કરવો. શાક જાડું રસાદાર થાય એટલે ઉતારી, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.

નોંધ – કળીને તેલમાં તળીને નાંખવાને બદલે એક તપેલીમાં પાણી મૂકી, ઉકળે એટલે તેમાં ઝારાથી કળી પાડી, બફાય એટલે કાઢી, શાકમાં નાંખી શકાય.