વેડમી (પૂરણપોળી)
  • 989 Views

વેડમી (પૂરણપોળી)

તુવરની દાળને કૂકરમાં બાફવી. બાફવી. બરાબર બફાઈ જાય એટલે એક તપેલીમાં ભરી, તેમાં ખાંડ નાખી, તાપ ઉર મૂકવું અને હલાવતા રહેવું. તેમાં 1 ચમચો ઘી નાંખવું જેથી છાંટા ઓછા ઊડશે. ખાંડનું પાણી બળી જાય અને એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ઉતારી લેવું.

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ તુવેરની દાળ
  • 500 ગ્રામ ખાંડ
  • 25 ગ્રામ કોપરાનું ખમણ
  • 500 ગ્રામ ઘઉંનો લોટ
  • એલચી, ચોખાનો લોટ, તેલ, ઘી - પ્રમાણસર

Method - રીત

તુવરની દાળને કૂકરમાં બાફવી. બાફવી. બરાબર બફાઈ જાય એટલે એક તપેલીમાં ભરી, તેમાં ખાંડ નાખી, તાપ ઉર મૂકવું અને હલાવતા રહેવું. તેમાં 1 ચમચો ઘી નાંખવું જેથી છાંટા ઓછા ઊડશે. ખાંડનું પાણી બળી જાય અને એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ઉતારી લેવું. તવેતો ઉભો મૂકી જોવો અધ્ધર રહે તો જાણવું કે પૂરણ થી ગયું છે. પછી તેમાં કોપરાનું ખમણ અને એલચીનો ભૂકો નાંખી, થાળીમાં કાઢી લેવું. ઠંડું પડે એટલે માપના ગોળા બનાવી રાખવાં.

ઘઉંના લોટમાં થોડું તેલનું મોણ નાંખી, તેની રોટલી જેવી કણક બાંધવી. એકાદ કલાક કણકને ઢાંકીને રહેવા દેવી. પછી કેળવી, સુંવાળી બનાવવી. તેમાંથી લૂઅા પાડી, તેની લાંબી, પૂતળી રોટલી ચોખાના લોટનું અટામણ લઈ વણવી. પછ તેના ઉપર પૂરણનો ગોળો મૂકી,બાકીની રોટલી ઢાંકી દેવી. અાજુબાજુ રોટલી વાડકી મૂકી કાપી લેવી. પછી હલકે હાથે વણી તવા ઉપર શેકવી. એક બાજુ થઈ જાય એટલે ઢાંકણાને ઉંધું પાડી, તેના ઉપર સરકાવી દેવી. પછી ઢાંકણાથી તવા ઉપર નાંખવી. ખૂબ પાતળું પડ હોવાથી તવેતથી ઉથલાવતાં ભાંગી જશે. બીજી શેકાય એટલે કાગળના કટકા કરી, તેન ઉપર મૂકવી જેથી સેવાળ ન થાય પછી ઘી ચોપડવું.