ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કટકા, છોલેલા બટાકાના કટકા અને લીલા વટાણા બધું વરાળથી બાફી લેવું. કોબીજને ઝીણી સમારવી.
એક તપેલીમાં 2 ચમચા ઘી મૂકી, વાટેલો મસાલો સાંતળવો. સુગંધ અાવે એટલે કોબીજ નાંખી, હલાવું. થોડું કપાણી છાંટી ઢાંકણ ઢાંકી થોડી વાર ચઢવા દેવું. ત્યારબાદ વટાણા, બટાકા, ગાજર, સૂકો મસાલો અને ટામેટાંના કટકા નાંખી શાક સાંતળવું. થોડું પાણી છાંટતાં જવું. પછી લીલાં મરચાંના કટકા, મીઠું, ખાંડ અને લાલ મરચું નાંખી, થોડી વાર ઉકાળી નીચે ઉતારી લેવું. પીરસતી વખતે લીલા ધાણા નાંખી, પરોઠા સાથે ઉપયોગમાં લેવું. ઉપર 1 ચમચી ઘી નાંખવું.