શાકભાજીની અમૃતિ
 • 450 Views

શાકભાજીની અમૃતિ

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ નાના બટાકા
 • 100 ગ્રામ પરવળ
 • 100 ગ્રામ તુવેરના લીલવા
 • 100 ગ્રામ પાપડીના લીલવા
 • 100 ગ્રામ ફાફડા વાલોળ
 • અથવા લીલી વાલોળ
 • 100 ગ્રામ લીલા વટાણા
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન ધાણાજીરું
 • મીઠું, હળદર, મરચું, તેલ
 • રાઈ, હિંગ, લીમડાંના પાન, ખાંડ
 • ચમટી સોડા, લીલી ચટણી અને ખજૂર-અાંબલીની ચટણી
 • લીલો મસાલો – 250 ગ્રામ નાળિયેરનું ખમણ 2 ઝૂડી લીલા ધાણા, 5 લીલાં મરચાં, 2 કટકા અાદું, 3 ટેબલસ્પૂન તલ બધું ભેગું કરી લીલો મસાલો બનાવવો.

Method - રીત

બટાકાને છોલી, ધોઈ અને પરવળને રવૈયાં જેમ કાપવાં. લીલા મસાલામાં મીઠું નાખી બટાકા અને પરવળમાં ભરી, વરાળથી બાફી, તેલમાં તળી લેવાં.

એક તપેલીમાં તેલ મૂકી, તેમાં રાઈ-હિંગ અને મીઠા લીમડાનાં પાનનો વઘાર કરી, પાણી નાંખવું. ઉકળે એટલે તુવેરના લીલવા, પાપડીના લીલવા, ફાફડા વાલોળના કટકા, લીલા વટાણા, મીઠું અને ચપટી સોડા નાંખવો. બધું શાક બફાય એટલે હળદર, મરચું, ગરમ મસાલો, ધાણાજીરું, ખાંડ નાંખવસ. શાક ખદખદે એટલે તેમાં રવૈયાં મૂકી દેવાં. શાકનો રસો જાડો થાય એટલે ઉતારી, લીલો મસાલો જે વધ્યો હોય તે ભભરાવવો. પીરસતી વખતે એક બાઉલમાં ભરી, ઉપર 1 ચમચી ખજૂર-અાંબલીની જાડી ચટણી અને 1 ચમચી લસણની ચટણી નાંખવી.