વટાણાનો મિક્સરમાં મોટો ભૂકો કરવો. બટાકાની ચિપ્સ કરી, તેલમાં તળી લેવી. ગાજરનું છીણ કરવું. કેપ્સીકમનાં બી કાઢી, બારીક કટકી કરવી. શિંગદાણાને શેકી, છોલી, અડધિયાં કરી, તેલમાં તળી લેવા.
એક વાસણમાં તેલ મૂકી, તેમાં તજ, લવિંગ અને વરિયાળીનો વઘાર કરી, વટાણાનો ભૂકો, મીઠું અને થોડું દૂધ નાંખી, ધીમા તાપ ઉપર બફાવા મૂકવો. બરાબર બફાઈ જાય અને છૂટો થાય એટલે ગાજરનું છીણ, કેપ્સીકમની કટકી, સિંગદાણા, તલ, મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો અને ખાંડ નાંખી, બધું બરાબર મિક્સ થઈ જાય અેટલે ઉતારી લીલા ધાણા, કોપરાનું ખમણ અને લીંબુનો રસ નાંખવો.
એક બાઉલમાં કાઢી તેના ઉપર ચણાની સેવ, બટાકાની ચિપ્સ, તળેલા પાપડનો ભૂકો નાંખી, એક ચમચી લીલી ચટણી (અૈચ્છિક) નાંખવી.