વેજિટેબલ બોટ
 • 412 Views

વેજિટેબલ બોટ

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ બટાકા
 • 250 ગ્રામ લીલા વટાણા
 • 100 ગ્રામ તુવેરના લીલવા
 • 100 ગ્રામ ફણસી
 • 25 ગ્રામ કોપરાનું ખમણ
 • 3 ટેબલસ્પૂન કોર્નફ્લોર
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન દક્ષીણી ગરમ મસાલો
 • 7 લીલાં મરચાં, 2 કટકા અાદું
 • 1 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • મીઠું, ખાંડ, તેલ, રાઈ, હિંગ
 • બ્રેડક્રમ્સ, અાંબા હળદર

Method - રીત

ચટણી – 50 ગ્રામ નાળિયેરનું ખમણ, 25 ગ્રામ સિંગદાણા, 25 ગ્રામ લીલું લસણ, થોડા લીલા ધાણા, 2 લીલાં મરચાં, કટકો અાદું, 1 કાચી કેરીને છોલી, તેના કટકા, મીઠું અને ગોળ નાંખી બારીક ચટણી વાટવી. કેરીની સીઝન ન હોય તો અાંબલીના 2 કાતરા લેવા.

હોડકા – બટાકાને બાફી, છોલી, વાટવા. તેમાં કોર્નફ્લોર, મીઠું અને થોડાં વાટેલાં અાદું-મરચાં નાંખી, મસળી માવો બનાવવો. પછી તેમાંથી લૂઓ લઈ, હાથથી મોટાં હોડકાં જેવો અાકાર બનાવવો. તેને બ્રેડક્રમ્સમાં રગદોળી તેલમાં હોડકાં તળી લેવાં.

વેજિટેબલ્સ – લીલા વટાણા, તુવેરના લીલવા અને ફણસીને બારીક સમારી, બધું શાક વરાળથી બાફી લેવું. પછી થોડા તેલમાં રાઈ – હિંગનો વખાર કરી, શાક વખારવું. તેમાં મીઠું, ગરમ મસાલો અને ખાંડ નાંખી, ઉતારી લીંબુનો રસ નાંખવો.

લીલો મસાલો – કોપરાનું ખમણ (ઝીણું ખમણ તૈયાર મળે છે તે) લીલાં મરચાંના કટકા (તેલમાં સાધારણ શેકીને), લીલા ધાણા, તલ (શેકીને) અને મીઠું નાંખી, લીલો મસાલો બનાવવો.

ગોઠવણી – તળેલા હોડકાંની અદંર ચારે બાજુ ચટણી લગાડવી. પછી તેના ઉપર વેજિટેબલ્સ મૂકવાં. તે ઢંકાઈ જાય તેમ તેને ઉપર દાબીને લીલો મસાલો મૂકવો. અાંબા હળદરની લાંબી કાતરી કરી, સઢ જેમ ખોસવી.

સજાવટ – હોડકાંને એક ડિશમાં ગોઠવી, દહીંમાં મીઠું, નાળિયેરનું ખમણ અને ખાંડ નાંખી, વલોવી, હોડકાંની અાજુબાજુ પાથરવું. અેટલે પાણીમાં હોડકાં તરે છે એવો દેખાવ થશે અને હોડકાં સાથે દહીંની ચટણી ખાવાના ઉપયોગમાં અાવશે. ટેબલ ઉપર ડિશ ગોઠવાની હોય અથવા વાનગી પ્રદર્શનની વનગી મૂકવી હોય ત્યારે અા પ્રમાણે સજાવટ કરવાથી સુંદર લાગે છે.