વેજિટેબલ બ્રેડ છાબ
  • 96 Views

વેજિટેબલ બ્રેડ છાબ

Ingredients - સામગ્રી

  • 1 પેકેટ સેન્ડવીચ બ્રેડ
  • 100 ગ્રામ બટાકા
  • 100 ગ્રામ લીલા વટાણા
  • 50 ગ્રામ ફણસી
  • 50 ગ્રામ માખણ
  • 1 ગાજર, 1 ડુંગળી, 1 કેપ્સીકમ
  • 3 લીલાં મરચાં, કટકો અાદું
  • 1 ઝૂડી લીલા ધાણા
  • 2 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
  • 1 ટેબલસ્પૂન તલ
  • 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 લીંબુ
  • મીઠું, ખાંડ, તજ, લવિંગ, તેલ
  • લાલ ચટણી – 100 ગ્રામ સીંગદાણા, 10 લસણની કળી,
  • 2 ટેબલસ્પૂન લાલ મરચું, મીઠું અને થોડો ગોળ નાંખી વાટી ચટણી બનાવવી.

Method - રીત

બ્રેડની સ્લાઈસને ધાર વાળી વાટકીથી કાપી ગોળ કટકા કરવા. તેની ચારેબાજુની કિનાર ઉપર લાલ ચટણી લગાડવી. પછી હાથમાં લઈ વચ્ચે થોડું દૂધ લગાડી અંગૂઠાથી દાબી ખાડો કરવો. અાથી લાલ કિનારવાળી નાની છાબડી (ડિશ) તૈયાર થશે.

બટાકાને બાફી, છોલી માવો બનાવવો. વટાણા અને ફણસીના બારીક કટકા કરી, વરાળથી બાફી લેવાં. ડુંગળી અને કેપ્સીકમનું કચુંબર કરવું. ગાજરનું છીણ કરવું, એક વાસણમાં થોડું તેલ મૂકી, તેમાં તજ-લવિંગ (અધકચરા કરી) વઘાર કરવો. પછી તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. સાધારણ બ્રાઉન થાય એટલે બટાકાનો માવો, વટાણા, ફણસી, કેપ્સીકમ, ગાજરનું છીણ, મીઠું, ખાંડ, ગરમ મસાલો, વાટેલાં અાદું-મરચાં અને તલ નાંખી બરાબર મિક્સ કરી, ઉતારી લેવું. પછી લીંબુનો રસ, નાળિયેરનું ખમણ અને લીલા ધાણા નાખવા.

નાની વાટકીમાં માખણ લગાડી તૈયાર કરેલી લાલ કિનારવાળી છાબ (ડિશ) મૂકવી. વચ્ચેના ખાડામાં તૈયાર કરેલું પૂરણ મૂકવું, તેના ઉપર ચીઝને ખમણીને પાથરવં. અાવી રીતે બધી ડિશ તૈયા કરવી. પછી એક મોટી બેકિંગ ડિશમાં બધી વાટકીઓ ગોઠવી દેવી. ગરમ ઓવનમાં 2500 ફે. ઉષ્ણતામાને અાશરે 15-20 મીનીટ બેક કરવી. લસણની ચટણી સાથે સર્વ કરવી