વેજિટેબલ બ્રિન્જલ્સ
 • 370 Views

વેજિટેબલ બ્રિન્જલ્સ

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ રીંગણાં,
 • 100 ગ્રામ ફણસી
 • 100 ગ્રામ તુવેરના લીલવા
 • 100 ગ્રામ શક્કરિયાં,
 • 250 ગ્રામ બટાકા
 • 5 લીલાં મરચાં, કટકો આદું
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન ખાંડ
 • 25 ગ્રામ કોપરાનું ખમણ
 • 100 ગ્રામ બ્રેડક્રમ્સ
 • મીઠું, મરચું, તેલ, હિંગ
 • અનારદાણા, ચણાનો લોટ

Method - રીત

રીંગણાં મધ્યમ કદનાં ગોળ લેવાં. તેના ડીંટાં કાઢી, આડાં કાપી, બે કટકા કરી, વરાળથી સાધારણ બફવાં, જેથી ગલ જલદી જૂદો પડે. વધારે બફાય નહિતેની કાળજી રાખવી. ઠંડા પડે એટલે ચપ્પુથી કોરી, સાચવીને તેમાંથી ગલ કાઢી લેવો.

તુવેરના લીલવા અને ફણસીને સમારી, વરાળથી બાફી લેવાં. એક તપેલીમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી શાક વઘારવું. શક્કરિયાંને બાફી, છોલી, બારીક કટકી કરી અંદર નાંખવાં. તેમાં મીઠું, 2 લીલાં મરચાંના કટકા, તલ, ગરમ મસાલો અને ખાંડ નાંખી, ઉતારી લેવું. પછી કોપરાનું ખમણ, લીલા ધાણા અને ખાંડેલા અનારદાણા નાખી, હલાવી તૈયાર કરવું.

બટાકાને બાફી, છોલી તેન માવો બનાવી, તેમાં મીઠું અને વાટેલાં આદું-મરચાં નાંખવાં.

રીંગમાની કોરેલી વાડકીમાં તૈયાર કરેલું શાક ભરવું. પછી તેના ઉપર બટાકાનો માવો દાબીને મૂકવો. ચણાના લોટમાં થોડું મીઠું નાંખી, પાતળું ખીરું બનાવી, તેમાં બોળી પછી બ્રડક્રમ્સમાં રગદોળી, તેલમાં તળી લેવા.

બ્રિન્જલ્સ સાથેની ચટણી – રીંગણાંનો અંદરનો ગલ બરાબર બફાયો ન હોય તો થોડું ઘી મૂકી, ધીમા તાપે બાફવો. 2 ચમચા નાળિયેરનું ખમણ, 3 લીલાં મરચાં, કટકો આદું, લીલા ધાણા, મીઠું અને ખાંડ નાંખી, વાટી લેવું. તેમાં રીંગણાંનો ગલ બરાબર મિક્સ કરવો. 200 ગ્રામ દહીંને વલોવી, તેમાં બધું ભેળવી, ઘીમાં જીરું અને મીઠા લીમડાનાં પાન નાંખી, ચટણી વઘારવી.