બટાકાના બાળી, છોલી, ગાંગડી ન રહે તેમ મસળી મીઠું અને થોડાં વાટેલા અાદું-મરચાં નાંખી માવો તૈયાર કરવો.
વેજિટેબલ્સ – લીલા વટાણા, તુવેરના લીલવા અને ફણસીને બારીક સમારી બધું વરાળથી બાફી લેવું. ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી છીણી નાંખવું. એક વાસણમાં તેલ મૂકી, તેમાં અધકચરા કરી તજ-લવિંગ નાંખી ગાજરનું છીણ વઘારવું. પછી તેમાં વટાણા, તુવેરના લીલવા, ફણસી, મીઠું, લીલા મરચાંના બારીક કટકા, તલ અને ગરમ મસાલો નાખવો. બરાબર કોરું થાય એટલે ઉતારી લીલા ધાણા સમારી ધોઈ કોરા કરી નાંખવા.
કેકની ગોઠવણી – થાળીમાં બ્રેડનો ભૂકો (બ્રેડક્રમ્સ) પાથરી તેના ઉપર બટાકાનો રોટલો થાપવો. એક ડબ્બામાં થોડું તેલ મૂકવું. ડબ્બાની ચારે બાજુએ તેલ લગાડવું. ડબ્બો ગરમ મૂકવો. તેલ ગરમ થાય એટલે ડબ્બો ઉતારી, બટાકાનો રોટલો બ્રેડનો ભૂકાનો ભાગ નીચે રહે તેમ ગોઠવવો. તેના ઉપર તૈયાર કરેલાં વેજિટેબલ્સ પાથરવા. તેના ઉપર લીલી ચટણી લગાડવી. પછી ફરી બટાકાનો રોટલો મૂકી ઉપર વેજિટેબલ્સનું લેયર પાથરી ઉપર લાલ ચટણી રેડવી. ફરી ઉપર બટાકાનો રોટલો મૂકો બ્રેડનો ભૂકો ભભરાવવો. અામ ઉપરાઉપરી થર કરવા. ઉપરનું પડ બટાકાનું રાખી બ્રેડનો ભૂકો ભભરાવવો. થોડા તેલમાં હિંગનો વઘાર કરી ઉપર રેડી દેવો. પછી ગરમ ઓવનમાં 350 ફે. ઉષ્ણામાને કેક બેક કરવસ. બદામી રંગ થાય એટલે કાઢી, ઠંડી પડે એટલે ડબ્બો ઊંધો પાડી અાખી કેક કાઢી લેવી. તેના ઉપર અાઈસિંગ સીરિંજમાં દહીં ભરી અાઈસિંગ કરવું અથવા પ્લાસ્ટિકની થેલીનો કોન બનાવી દહીં ભરી કેક ઉપર ડિઝાઈન પાડવી. વચ્ચે લાલ-લીલી ચટણીના બાર ટપકાં મૂકવા. વચ્ચે ગોળાકારમાં ચટણી પાથરી, હળદર, અંબા હળદર ચારે બાજુ ગોઠવવી. કેક ઉપર થોડે થોડે અંતરે જે બાર ટપકાં ચારે બાજુ મૂકેલાં છે તેને ફરતી હળદરની લાંબી-ટૂંકી કતરી (કાંટા) કાપી જમવાનો સમય દર્શાવવો. અાથીઘડિયાળની ડિઝાઈન થશે.