વેજિટેબલ કાજુ વડા
 • 94 Views

વેજિટેબલ કાજુ વડા

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ બટાકા
 • 250 ગ્રામ ફણસી
 • 250 ગ્રામ ગાજર
 • 250 ગ્રામ લીલા વટાણા
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન ધાણાજીરું
 • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 5 લીલાં મરચાં, કટકો અાદું
 • 3 ટેબલસ્પૂન કોર્નફ્લોર
 • 1 લીંબુ
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • 100 ગ્રામ અાખાં કાજુ
 • મીઠું, ખાંડ, બ્રેડક્રમ્સ, તેલ,
 • તજ, લવિંગ - પ્રમાણસર

Method - રીત

બટાકાને બાફી છૂંદો કરવો. ફણસીને રેષા કાઢી બારીક સમારવી. ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કટકા કરવા. ફણસી, ગાજર અને લીલા વટાણાને વરાળથી બાફી લેવા. એક વાસણમાં થોડું તેલ મૂકી, તજ-લવિંગ (અધકચરો ભૂકો) નાંખી, વેજિટેબલ્સ વઘારવા. તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો, ધાણાજીરું કોપરાનું ખમણ, વાટેલાં, અાદુંમરચાં, બટાકાનો માવો અને કોર્નફ્લોર નાંખી, બરાબર હલાવી ઉતારી લેવું. પછી તેમાં લીંબુનો રસ અને લીલા ધાણાને સમારી, ધોઈ, તદ્દન કોરા કરીને નાંખવા, વડામાં મૂકવાના અાખાં કાજુ બાજુ પર કાઢી, બીજાં જે કાજુ વધે તેની ખૂબ બારીક કટકી કરી નાંખવી. તેમાંથી ગોળ ગોળા કરવા. દરેક ગોળામાં વચ્ચે એક કાજુ મૂકી, ચપટો કરી વડં બનાવવાં. તેના બ્રેડક્રમ્સમાં રગદોળી, તેલમાં તળી લેવાં. લીલી ચટણી સાથે પીરસવા.