વેજિટેબલ પનીરવડાં
 • 268 Views

વેજિટેબલ પનીરવડાં

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ બટાકા
 • 200 ગ્રામ ગાજર
 • 200 ગ્રામ દૂધી
 • 100 ગ્રામ કેપ્સીકમ
 • 100 ગ્રામ મેથીની ભાજી
 • 100 ગ્રામ પનીર
 • 100 ગ્રામ બ્રેડક્રમ્સ
 • 50 ગ્રામ દહીંનો મસ્કો (પાણી કાઢેલું દહીં)
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ટેબલસ્પૂન તલ
 • 100 ગ્રામ બ્રેડક્રમ્સ (ઉપર લગાડવા માટે)
 • મીઠું, મરચું, હળદર, ખાંડ, તેલ પ્રમાણસર

Method - રીત

બટાકાને બાફી, છોલી, માવો કરવો. ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ ન અાવે તેમ છીણવાં. દૂધીનું છીણ કરવું. કેપ્સીકમને બારીક સમારવા. મેથીની ભાજી અને ધાણાને સમારી, ધોઈ, કોરાં કરવા, પછી બધું ભેગું કરી તેમાં મીઠું, મરચું, હળદર, ખાંડ, દહીં, તલ, ખમણેલું પનીર, લીલાં મરચાંના બારીક કટકા, અાદુંનું છીણ અને બ્રેડક્રમસ નાખી, કણક તૈયાર કરવી. તેમાંથી વડાં બનાવી, બ્રેડક્રમ્સમાં રગદોળી, તેલમાં તળી લેવાં. કોઈપણ દહીંની ચટણી સાથે પીરસવા.