વેજિટેબલ ક્રોકેટ્સ
 • 549 Views

વેજિટેબલ ક્રોકેટ્સ

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ બટાકા
 • 50 ગ્રામ કોર્નફ્લોર
 • 50 ગ્રામ કોર્નફ્લેક્સ (ભૂકો)
 • 1 ટીસ્પૂન મરચાંની પેસ્ટ
 • મીઠું, તેલ, પ્રમાણસર
 • ફિલિંગ માટે –
 • 200 ગ્રામ તુવેરના લીલવા
 • 200 ગ્રામ લીલા વટાણા
 • 100 ગ્રામ ફણસી
 • 1 કેપ્સીકમ, 1 ડુંગળી
 • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
 • 1/2 ટીસ્પૂન લસણની પેસ્ટ
 • 1/2 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • મીઠું, ખાંડ, તેલ, તજ, લવિંગ

Method - રીત

તુવેરના લીલવા, વટાણા, ફણસીના કટકા કરી, વરાળથી બધું બાફી લેવું. એક વાસણમાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગ (અધકચરાં ખાંડી) નો વઘાર કરી, ડુંગળીનું કચુંબર વઘારવું. તેમાં તુવેરના લીલવા, વટાણા, ફણસીના કટકા, કેપ્સીકમની કતરી, તલ, કોપરાનું ખમણ, મીઠું, ખાંડ, અાદું-મરચાં-લસણની પેસ્ટ નાંખવી, બરાબર હલાવી, ઉતારી, લીલા ધાણા અને લીંબુનો રસ નાંખી, ફિલિંગ તૈયાર કરવું.

બટાકાને બાફી, છોલી, માવો કરી તેમાં મીઠું અને લીલાં મરચાં નાંખી, કણક તૈયાર કરવી, તેમાંથી લૂઓ લઈ હાથથી પૂરી થાપી, તેમાં ફિલિંગ ભરી, રોલ્સ વાળવા, કોર્નફ્લોરમાં પાણી નાંખી પાતળું ખીરું બનાવી તેમાં બોળી, કોર્નફ્લોરના ભૂકામાં રગદોળી તેલમાં તળી લેવા.