વેજિટેબલ દહીંવડાં
 • 487 Views

વેજિટેબલ દહીંવડાં

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ અડદની દાળ
 • 200 ગ્રામ બટાકા
 • 100 ગ્રામ તુવેલના લીલવા
 • 100 ગ્રામ ગાજર, 100 ગ્રામ ફણસી
 • 100 ગ્રામ ફ્લાવર
 • 5 લીલાં મરચાં, કટકો આદુ
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • 4 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 500 ગ્રામ દહીંનો મસ્કો (પાણી કાઢેલું દહીં)
 • મીઠું, મરચું, તેલ, જીરું, લીમડાનાં પાન, હિંગ,
 • છાશ - પ્રમાણસર

Method - રીત

અડદની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે નિતારી, બારીક વાટી લેવી. બધાં શાકને કૂકરમાં બાફી, વાટી લેવાં. એક તપેલીમાં થોડું તેલ મૂકી હિંગ નાંખી, શાક વઘારવું. તેમાં મીઠું, વાટેલાં આદુ-મરચાં, ગરમ મસાલો અને ખાંડ નાંખી, ઉતારી લેવું. પછી તેમાં લીંબુનો રસ, કોપરાનું ખમણ અને લીલા ધાણાને સમારી, ધોઈ, નિતારીને નાંખી, તેના ગોળા વાળવા. દહીંના મસ્કામાં મીઠું અને ખાંડ નાંખી, હલાવી તૈયાર કરવું. અડદનીદાળમાં મીઠું અને થોડું પાણી નાંખી, ફીણી, ખીરું બનાવી તેમાં શાકના ગોળા બોળી, તેલમાં તળી લેવા. એક ડિશમાં વડાં ગોઠવી, તેના ઉપર જાડી છાશ રેડવી. થોડા તેલમાં જીરું, હિંગ અને મીઠાં લીમડાનાં પાન સમારી, વઘાર કરી વડાં ઉપર રેડી દેવો. એક કલાક પછી વડં પોચાં થાય એટલે એક બાઉલમાં બે વડાં મૂકી, તેના ઉપર 1 ચમચો દહીંનો મસ્કો પાથરી, ઉપર શેકેલા જીરુંનો ભૂકો અને મરચાંની ભૂકી છાંટી પીરસવા.