ચોખા અને અડદની દાળને રાત્રે પાણીમાં અલગ પલાળી રાખવાં. સવારે નિતારી, ચોખાને કરકરા વાટવા, અડદની દાળને બારીક વાટવી. બન્નેને ભેગાં કરી, તેમાં મીઠું અને દહીં નાંખી, 12 કલાક અાથી રાખવું. થોડો સોડા નાંખવો.
લીલા વટાણાને વાટવા. મેથીની ભાજી અને કેપ્સીકમને બારીક સમારી, ધોઈ, બધું ભેગું કરી, તેમાં મીઠું, વાટેલાં અાદુ-મરચાં, થોડી ખાંડ0 અને લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, નિતારી નાંખવા.
બટાકાને છોલી, છીણી લેવા. તેમાં ફ્લાવરનાં ઉપરના ફૂલને બારીક સમારી, અંદર નાંખવાં. પછી મીઠું, હળદર (પીળો રંગ થાય તેટલી) ખાંડ, તલ, કોપરાનું ખમણ નાંખવા.
ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, છીણી નાંખવા. તેને માટે ગારને ચારે બાજુથી ગોળ છીણવાં પડશે. જેથી સફેદ ભાગ વચ્ચે રહે તે કાી નંખાય. તેમાં ટામેટાંના બારીક કટકા, મીઠું, લાલ મરચું, ખાંડ બધું નાંખવું.
ઢોકળાના ખીરાના ત્રણ ભાગ કરવા. એક ભાગમાં લીલા વટાણાવાળુ શાક, બીજામાં બટાકા-ફ્લાવર અને ત્રીજામાં ગાજર-ટામેટાનું શાક નાંખવું. પછી હલાવી, ત્રણે જાતનાં ખીરાંને અલગ રાખવાં.
એક થાળીમાં તેલ ચોપડી ગાજરવાળું ખીરું પાથરવું. તેના ઉપર લીલા વટાણાનું અને ઉપર બટાકા ફ્લાવરનું ખીરું પાથરવું. ઉપર કોપરાનું ખમણ, થોડા લીલા ધાણા અને લાલ મરચાંની ભૂકી છાંટવી. પછી ઢોકળાની જેમ વરાળથી બાફી લેવી. ઠંડી પડે એટલે કટકા કરી, તેલમાં રાઈ, હિંગનો વઘાર કરવો.