વેજિટેબલ ફ્રેન્કી
 • 452 Views

વેજિટેબલ ફ્રેન્કી

Ingredients - સામગ્રી

 • ફ્રેન્કી માટે –
 • 250 ગ્રામ મેંદો
 • 12 ટીસ્પૂન બેકિંગ પાઉડર
 • મીઠું, દૂધ, તેલ પ્રમાણસર
 • કટલેસ માટે –
 • 250 ગ્રામ લીલા વટાણા
 • 250 ગ્રામ બટાકા
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • 1/2 ટીસ્પૂન ગરમ મસાલો
 • 1/2 ટીસ્પૂન અામચૂર પાઉડર
 • મીઠું, તેલ, બ્રેડક્રમ્સ
 • ડેકોરેશન માટે –
 • 3 ગાજરનું છીણ
 • 3 ડુંગળીનું કચુંબર
 • 3 ટેબલસ્પૂન છીણેલું ચીઝ
 • લીલી ચટણી, ટામેટો સોસ

Method - રીત

લીલા વટાણાને બાફી, અધકચરો ભૂકો કરવો. બટાકાને બાફી, છોલી માવો કરવો. પછી બન્ને ભેગા કરી તેમાં મીઠું, વાટેલાં અાદું-મરચાં, લીલા ધાણા ગરમ મસાલો, અામચૂર પાઉડર નાંખી બરાબર મિક્સ કરી કટલેસ બનાવી બ્રેડક્રમ્સમાં રગદોળી તવા ઉપર તેલમાં તળી લેવી.

મેંદાના લોટમાં મીઠું, બેકિંગ પાવડર અને થોડું તેલનું મોણ નાંખી દૂધથી કણક બાંધવી. અડધો કલાક ઢાંકીને રહેવા દેવી, પછી કેળવી તેમાંથી રોટલી વણી તવા ઉપર બન્ને બાજુ સાધારણ શેકી ઉતારી લેવી. અાવી રીતે બધી રોટલીઓ શેકી ઉતારી લેવી. પછી રોટલી ઉપર ટોમેટો સોસ લગાડી કટલેસ મૂકવી. ગાજરનાં છીણમાં અને ડુંગળીના કચુંબરમાં થોડું મીઠું, મરચું, અામચૂર પાઉડર નાંખી, અાજુબાજુ મુકવું. ઉપર છીણેલું ચીઝ ભભરાવવું. રોટલીના રોલવાળી માખમ લગાડેલી ડિશમાં મૂકી થોડીવાર ઓવનમાં બેક કરી, બહાર કાઢી, ઉપર લીલી ચટણી અને ટોમેટો કેચપ નાંખી પેપરમાં વીંટી સર્વ કરવી.