વેજિટેબલ ઘૂઘરા
 • 343 Views

વેજિટેબલ ઘૂઘરા

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ ફણસી
 • 100 ગ્રામ ચોળાશિંગ
 • 250 ગ્રામ ગાજર
 • 250 ગ્રામ લીલા વટાણા
 • 1 ટીસ્પૂન તજ-લવિંગનો ભૂકો
 • 1/2 ટીસ્પૂન મરીનો ભૂકો
 • 1 ટીસ્પૂન ખસખસ
 • 7 લીલાં મરચાં, કટકો અાદું
 • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 1 લીંબુ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 1 કિલો બટાકા
 • 250 ગ્રામ ચણાનો લોટ
 • મીઠું, ખાંડ, તેલ - પ્રમાણસર

Method - રીત

ફણસી અને ચોળાસિંગને સમારવા. પાકટના દાણા કાઢવા, ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કટકા કરવા. લીલા વટાણા અને બધા વેજિટેબલ્સને વરાળથી બાફી લેવા. પછી ચાળણીમાં કાઢી, કોરાં કરવા. એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે હિંગ નાંખી, વેજિટેબલ્સ વઘારવા. તેમાં મીઠું, ખાંડ, તજ-લવિંગનો ભૂકો, મરીનો ભૂકો, ખસખસ, ત્રણ લીલાં મરચાંના કટકા નાંખી, હલાવી, ઉતારી લેવું. પછી કોપરાનું ખમણ, લીંબુનો રસ અને લીલા ધાણા સમારી, ધોઈ, કોરા કરી, નાંખવા. ઠંડું પડે એટલે તેના ગોળાવાળી રાખવા.

બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. તેમાં મીઠું અને વાટેલાં અાદું-મરચાં નાંખી, મસળી, કણક તૈયાર કરવી. તેના લૂઅા કરી હથેળીમાં લઈ, પૂરી બનાવી. તૈયાર કરેલો ગોળો મૂકી, ડબલ વાળી, ઘૂઘરા અાકરા કરવો.

ચણાના લોટમાં મીઠું અને ચપટી સોડા નાંખી, ખીરું બાંધવું. તેને બરાબર ફીણી સાધારણ જાડું ખીરું તૈયાર કરવું. તેમાં ઘૂઘરા બોળી તેલમાં તળી લેવા. કોઈપણ દહીંની ચટણી અથવા ટોમેટો સોસ સાથે ઉપયોગ કરવો.