વેજિટેબલ હાંડવો
 • 589 Views

વેજિટેબલ હાંડવો

Ingredients - સામગ્રી

 • 2 કપ ચોખા
 • 2 કપ તુવેર-ચણા-મગની દાળ
 • 1/2 કપ ઘઉંનો કરકરો લોટ
 • 1/2 કપ દહીં
 • 2 ટેબલસ્પૂન ગોળનો ભૂકો
 • 1/2 કપ બટાકાનું છીણ
 • 1/2 કપ દૂધીનું છીણ
 • 1/2 કપ કેપ્સીકમના બારીક કટકા
 • 100 ગ્રામ લીલા વટાણા (ક્રશ કરી)
 • 1 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
 • 1 ટેબલસ્પૂન સિંગદાણાનો ભૂકો
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, હળદર, મરચું, સોડા, તેલ, રાઈ, હિંગ

Method - રીત

ચોખા અને ત્રણે દાળને પાણીમાં પલાળી રાખવી. પલળે એટલે પાણી કાઢી મિક્ચરમાં બધું વાટી લેવું. તેમાં દહીં અને ગોળનો ભૂકો નાંખી, ખીરું બનાવી, 6-7 કલાક અાથી રાખવું. પછી તેમાં બટાકાનું છીણ, દૂધીનું છીણ, કેપ્સીકમના કટકા, ક્રશ કરેલા વટાણા, નાળિયેરનું ખમણ, સિંગદાણાનો ભૂકો, અાદું મરચાંની પેસ્ટ, લીલા ધાણા, મીઠું, હળદર, સોડા અને ઘઉંના લોટને તેલનું મૂઠી પડતું મોણ નાંખી, બરાબર મીક્સ કરી નાંખી ખીરું તૈયાર કરવું. બેકિંગ બાઉલને તેલ લગાડી ઉપર થોડો લોટ છાંટી, હાંડવાનું ખીરું ભરવુ. ઉપર તલ ભભરાવવા. પછી વધારે તેલમાં રાઈ-હિંગ નાંખી છેલ્લે લાલ મરચાની ભૂકી નાંખી હાંડવા ઉપર વઘાર ફરતો રેડી દેવો. પ્રિહીટેડ ઓવનમાં હાંડવો બેક કરવો. લીલી ચટમી – ટામેટો કેચમ સાથે ત્રિકોણ કટકા કરી સર્વ કરવો.