વેજિટેબલ ઈડલી
 • 567 Views

વેજિટેબલ ઈડલી

Ingredients - સામગ્રી

 • 300 ગ્રામ ચોખા
 • 100 ગ્રામ અડદની દાળ
 • નંગ – 7 લીલાં મરચાં, કટકો અાદું
 • 250 ગ્રામ તુવેરના લીલવા
 • 250 ગ્રામ પાપડીના લીલવા
 • 50 ગ્રામ ફણસી
 • 100 ગ્રામ બટાકા
 • 25 ગ્રામ કોપરાનું ખમણ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, તજ-લવિંગ, ખાંડ, તેલ - પ્રમાણસર

Method - રીત

ચોખા અને અડદની દાળને સવારે અલગ પાણીમાં પલાળી રાખવાં. પછી રાત્રે ચોખાને નિતારી, કરકરા વાટવા. અડદની દાળને ખૂબ ઝીણી વાટી, બન્ને ભેગાં કરી, મીઠું નાખી, તપેલીમા ંભરી, સજ્જડ ઢાંકણ ઢાંકી, 12 કલાક અાથી રાખવુ.ં સવારે અંદર થોડાં વાટેલાં અાદું – મરચાં નાંખી, ખીરું તૈયાર કરવું.

તુવેરના લીલવા, વટાણા, પાપડીના લીલવા, ફણસીને બારીક સમારી, બધું વરાળથી બાફી લેવું. બટાકાને બાફી, છોલી તેના બારીક કટકા કરી, તેલમાં કડક તળી લેવાં. પેણીમાં થોડું તેલ મૂકી, તજ-લવિંગને અધકચરા ખાંડી, વઘારમાં નાંખી, તેમાં બાફેલાં વેજિટેબલ્સ વઘારવાં. પછી મીઠું, લીલા મરચાંના કટકા, અડધી ચમચી તજ-લવિંગનો ભૂકો, એક ચમચી ધાણાજીરુંનો ભૂકો અને એક ચમચી ખાંડ નાંખી, હલાવી ઉતારી લેવું, બટાકાના તળેલા કટકા, કોપરાનું ખમણ, લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, કોરા કરી નાંખવા.

નાની છીછરી વાટકીને ચારે બાજુએ તેલલગાડવું. પછી વાડકીની ચારે બાજુ ખીરું ચોપડવું. નીચે થોડું ખીરું પાથરવું. વચ્ચે તૈયાર કરેલાં વેજિટેબલ્સ મૂકવાં. તેના ઉપર થોડું ખીરું પાથરવું. એવી રીતે બધી વાડકીઓ તૈયાર કરી ઢોકળાના સંચામાં ગોઠવી દેવી. બરાબર ફૂલી જાય એટલે ઉતારી લેવી. ઠંડી પડે એટલે સોયથી અાજુબાજુથી કિનાર ઉખાડી, વાડકી ઊંધી પાડવી. એટલે અાખી વેજિટેબલ ઈડલી ઉખડશે. ગરમ ઉખાડવાથી ભાંગી જશે.

ઈડલીનું સુશોભન – ઈડલીને સુશોભિત અને વધારે સ્વાદિષ્ટ બનાવવી હોય તો તેના ઉપર લાલ અને લીલી ચટણઈથી ડિઝાઈન પાડવી. કિનાર ઉપર લાલ ચટણીથી અાર્કા પાડવા અને વચ્ચે સ્વસ્તિક પાડવું. લાલ અાર્કાની બે લાઈન કરી, નીચે લીલી ચટણીથી ટપકાં પાડવાં.

લીલી ચટણી – લીલું લસણ, લીલા ધાણા, લીલાં મરચાં, અાદું, ચણાના દાળિયા, મીઠું અને થોડો ગોળ નાંખી, વાટીને પાતળી ચટણી બનાવવી.

લાલ ચટણી – સૂકું લસણ, લાલ મરચું, મીઠું, સિંગદાણા અને થોડો ગોળ નાંખી, થોડું પાણી નાંખી, ઝીણું વાટી ચટણી બનાવવી.

ઈડલી સાથેની ચટણી – 50 ગ્રામ ચણાીન દાળને શેકી પલાળવી. તેમાં 50 ગ્રામ નાળિયેરનું ખમણ, 5 લીલા મરચાં, થોડા લીલા ધાણા, મીઠું અને 2 ચમચી ખાંડ નાંખી, ચટણી વાટવી. 100 ગ્રામ દહીને વલોવી, તેમાં ચટણી મિક્સ કરી નરમ રસાદાર ચટણી બનાવવી. એક ચમચી તેલમાં થોડું જીરું અને લીમડાના પાન નાંખી ચટણી વઘારવી.