વેજિટેબલ જાલફ્રેઝી
 • 585 Views

વેજિટેબલ જાલફ્રેઝી

Ingredients - સામગ્રી

 • કેપ્સિકમ - ૨ નંગ, બટાકાં - ૨ નંગ
 • બાફેલું ગાજર - ૧ નંગ
 • ફણસી - ૧૦ નંગ, પનીર - ૧૦૦ ગ્રામ
 • ફલાવરના ફૂલ - ૮-૧૦ નંગ
 • તેલ - ૨ ચમચા, જીરું - ૧ ચમચી
 • ડુંગળી - ૨ નંગ, મરચું - દોઢ ચમચી
 • હળદર - અડધી ચમચી
 • આખા લાલ મરચાં - ૨ નંગ
 • ટોમેટો પ્યોરી - અડધો કપ
 • ટોમેટો કેચઅપ - ૩ ચમચા
 • મીઠું - સ્વાદ મુજબ
 • આદુંની ચીરીઓ - ૨ ટુકડા
 • સમારેલી કોથમીર - ૨ ચમચા

Method - રીત

કેપ્સિકમના બે ઇંચના ટુકડા સમારો. બટાકાંનાં પાતળાં પતીકાં કરો. ફણસી અને બાફેલા ગાજરના બે ઇંચ લાંબા ટુકડા સમારો. એ જ રીતે પનીરના પણ બે ઇંચ લંબાઇના ટુકડા કરો. બધાં શાકને અધકચરા બાફી લો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરાંને બ્રાઉન રંગનું સાંતળી પછી ડુંગળી નાખીને હલાવો. તેમાં કેપ્સિકમ, બટાકાં, ગાજર, ફણસી અને ફલાવરના ફૂલ નાખી ઉછાળો. મરચું, હળદર, આખા લાલ મરચાંના ટુકડા નાખો. ટોમેટો પ્યોરી, કેચઅપ અને મીઠું નાખી હલાવો અને આદુંની ચીરીઓ, કોથમીર ભેળવો. પનીર નાખીને હળવેથી ઉછાળીને મિકસ કરો અને થોડી વાર આંચ પર રાખી ગરમ ગરમ જ સર્વ કરો.