વેજિટેબલ કોરમા
 • 420 Views

વેજિટેબલ કોરમા

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ લીલા વટાણા
 • 100 ગ્રામ પાપડીના લીલવા
 • 100 ગ્રામ ચોળાસિંગ (કુમળી)
 • 100 ગ્રામ ફણસી,
 • 100 ગ્રામ ગાજર
 • 100 ગ્રામ બટાકા
 • 1 ડુંગળી,
 • 1 લીંબુ
 • મીઠું, હળદર, ખાંડ, તેલ, રાઈ, હિંગ
 • ગરમ મસાલો –
 • 5 એલચી, 6 લવિંગ, 2 કટકા તજ, 4 મરી, 2 કટકા તમાલપત્ર અને 1 સૂકું મરચું લઈ, થોડા તેલમાં શેકી, ખાંડી ગરમ મસાલો બનાવવો.
 • લીલો મસાવો – 25 ગ્રામ નાળિયેરનું ખમણ, 4 લીલાં મરચાં, કટકો આદું, 5 કળી લસણ, 1 ટેબલસ્પૂન તલ, બધું ભેગું કરી કરી વાટવું.
 • સજાવટ માટે –
 • 50 ગ્રામ દહીંનો મસ્કો (પાણી કાંઢેલું દહીં)
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • લીલી ચટણી
 • ખજૂર – આબલીની ગળી ચટણી
 • મીઠું, ખાંડ, જીરુંનો ભૂકો

Method - રીત

લીલા વટાણા, પાપડીના લીલવા, બારીક સમારેલી ચોળાસિંગ, સમારેલી ફણસી, ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, તેના કટકા બધું વરાળથી બાફી લેવું. બટાકાને બાફી, છોલી તેના કટકા કરવા.દહીંના મસ્કામાં મીઠું, ખાંડ અને જીરુંનો ભૂકો નાંખી, હલાવી, તૈયાર કરવું. ખજૂર-આબલીની અને લીલા લસણની ચટણી બનાવવી.

એક તપેલીમાં તેલ મૂકી, રાઈ-હિંગનો વઘાર કરી ડુંગળીને સમારીને નાંખવી. બદામી રંગ થાય એટલે વાટેલો મસાલો સાંતળવો. તેમાં બધાં બાફેલાં શાક, મીઠું, હળદર, ખાંડ નાંખી થોડી વાર હલાવી ઉતારી લેવું. પછી લીંબુનો રસ અને થોડા લીલા ધાણા નાંખવા. પીરસતી વખતે બાઉલમાં કાઢી, તેના ઉપર કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા. ઉપર 1 ચમચો દહીંનો મસ્કો નાંખવો. તેના ઉપર 1 ચમચી ખજૂર-આબલીની ચટણી અને 1 ચમચી લીલી ચટણી નાંખવી.