વેજિટેબલ કોફ્તા કરી
 • 337 Views

વેજિટેબલ કોફ્તા કરી

Ingredients - સામગ્રી

 • કોફ્તા માટે –
 • 250 ગ્રામ લીલા વટાણા
 • 250 ગ્રામ બટાકા
 • 100 ગ્રામ તુવેરના લીલવા
 • 2 ગાજર, 1 લીંબુ
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન તલ
 • 4 સ્લાઈસ બ્રેડ
 • 100 ગ્રામ બ્રેડક્રમ્સ
 • મીઠું, ખાંડ, તેલ
 • ગ્રેવી માટે –
 • 1 કિલોં પાંકા ટામેટાં
 • 1 ડુંગળી, 5 કાજુ
 • 1 ટેબલસ્પૂન ખાંડ
 • 1 ટેબલસ્પૂન લાલ મરચું
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • 50 ગ્રામ ક્રીમ
 • મીઠું, હળદર, ઘી, તજ, લવિંગ
 • વાટવાનો મસાલો – 25 ગ્રામ નાળિયેરનું ખમણ, 1 ટેબલસ્પૂન ખસખસ, 1 ટેબલસ્પૂન શેકેલા ધાણા, 7 કળી લસણ, 4 કાશ્મીરી મરચાં, થોડા લીલા ધાણા, બધું વાટી મસાલો તૈયાર કરવો

Method - રીત

બટાકાને બાફી, છોલી મસળી માવો બનાવવો. લીલા વટાણા, તુવેરના લીલવા, બારીક સમારેલી ફણસી, ગાજરને ધોઈ, છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, કટકા કરી બધું વરાળથી બાફી લેવું. થોડા વટાણા બાજુએ રાખી, બધું ભેગું કરી, તેમાં બટાકાનો માવો, વાટેલાં અાદું-મરચાં, મીઠું, ખાંડ, લીંબુનો રસ, તલ, કોપરાનું ખમણ, થોડા લીલા ધાણા અને બ્રેડને થોડી વાર પાણીમાં પલાળી, નિચોવી, માવામાં મિક્સ કરી, તેના કોફ્તા વાળી, બ્રેડક્રમ્સમાં રગદોળી તેલમાં તળી લેવા.

ટામેટાંના કટકા કરી, કૂકરમાં બાફી, સૂપના સંચાથી ગાળી માવો તૈયાર કરવો.

એક તપેલીમાં ઘી મૂકી, તજ-લવિંગનો વઘાર કરી, ડુંગળીનું બારીક કચુંબર નાંખવું. બદામી રંગ થાય એટલે તેમાં વાટેલો મસાલો સાંતળવો. સુગંધ અાવે એટલે ટામેટાંનો સૂપ, મીઠું, મરચું, હળદર, ખાંડ, કાજુના કટકા, બાજુએ રાખેલા વટાણા અને અડધો કપ પાણી નાંખવું. ગ્રેવી ઘટ્ટ થાય એટલે ઉતારી તેમાં કોફ્તા નાંખવા.

એક ડીશમાં કોફ્તા અને ગ્રેવી કાઢી તેના ઉપર ક્રીમ અને લીલા ધાણા નાંખવાં