વેજિટેબલ મખ્ખનવાલા
 • 641 Views

વેજિટેબલ મખ્ખનવાલા

Ingredients - સામગ્રી

 • 2 ડુંગળી, 2 ગાજર,
 • 100 ગ્રામ ફણસી
 • 100 ગ્રામ બટાકા,
 • 100 ગ્રામ કોલીફ્લાવર
 • 100 ગ્રામ લીલા વટાણા
 • 4 ટેબલસ્પૂન માખણ
 • 2 ટામેટાં
 • 1 લીંબુ
 • 1 કપ નાળિયેરનું જાડું દૂધ
 • 1 ટીસ્પૂન કોર્નફ્લોર
 • 1 ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી
 • 1 નાની ઝૂડી લીલા ધાણા
 • મીઠું, કાજુ, દ્રાક્ષ – પ્રમાણસર
 • વાટવાનો મસાલો –
 • 4 લવિંગ, 3 એલચી,
 • 3 કટકા તજ, 5 દાણા મરી
 • 3 લીલા સૂકાં મરચાં
 • 1/4 ટીસ્પૂન હળદર

Method - રીત

ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, લાંબી ચીર, ફણસીના લાંબા ટકતા, બટાકાને છોલી લાંબી ચીર, ફ્લાવરનાં ઉપરનાં ફૂલના કટકા અને વટાણા બધું વરાળથી બાફી લેવું.

એક વાસણમાં 2 ચમચા માખણ ગરમ કરી, તેમાં વાટેલો મસાલો સાંતળવો. પછી તેમાં ડુંગળીનું કચુંબર નાંખી, સાંતળવું. ત્યારબાદ તેમાં બધાં બાફેલાં શાક, મીઠું અને ટામેટાંના કટકા નાંખવા. બરાબર સંતળાય એટલે નાળિયેરના દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી નાંખવો. ઉકળે એટલે કાજુના કટકા, લાલ દ્રાક્ષ અને બદામી કતરી નાંખી, ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું. લીંબનો રસ અને લીલા ધાણા નાંખવા. પીરસતી વખતે 2 ચમચા માખણ નાંખી, પરોઠા, બ્રેડ, નાન સાથે ઉપયોગ કરવો.