વેજિટેબલ મૂઠીયાં
 • 354 Views

વેજિટેબલ મૂઠીયાં

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ ચણાનો લોટ
 • 100 ગ્રામ કણકી કોરમાનો લોટ
 • 50 ગ્રામ લીલા વટાણા (બાફેલા)
 • 50 ગ્રામ તુવેરના લીલવા (બાફેલા)
 • 2 ટેબલસ્પૂન લીલી ડુંગળી (સમારીને)
 • 1 ટેબલસ્પૂન દહીં
 • 1 ટેબલસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
 • 1/2 ટેબલસ્પૂન લસણની પેસ્ટ
 • 1/2 ઝૂડી લીલા ધાણા, 1 કેપ્સીકમ
 • મીઠું, હળદર, મરચું, ખાંડ, ચપટી સોડા, તલ, તેલ, રાઈ, હિંગ - પ્રમાણસર

Method - રીત

ચણાનો લોટ અને કણકી કોરમાનો લોટ ભેગો કરી ચાળી લેવો. તેમાં મીઠું, હળદર, મરચું, દહીં, ખાંડ, ચમટી સોડા અને તેલનું મોણ નાંખવું. બાફેલા વટાણા, બાફેલા તુવેરના લીલવા, લીલી ડુંગળી, કેપ્સીકમની કતરી, લીલા ધાણા, અાદું-મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ નાંખી લોટ બાંધી, તેના વીંટા વાળી, કૂકરમાં બાફવા. ઠંડા પડે એટલે કટકા કાપી, તેલમાં રાઈ, હિંગ, અને તલ નાંખી વઘાર મૂઠિયાં ઉપર ફરતો રેડી દેવો. ડિશમાં કાઢી ઉપર કોપરાનું ખમણ, લીલા ધાણા અને લીલી ચટણી નાંખી, સજાવટ કરી સર્વ કરવાં.