ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો લીલો અને સફેદ ભાગ અાવે નહિ તેમ છીણવાં, ચારે બાજુથી છીણવાથી લાલ ભાગ છિણાશે અને વચ્ચેનો સફેદ ભાગ બાકી રહેશે. પછી ગાજરના છીણને વરાળથી બાફી લેવું. ફણસીને બારીક સમારી અને વટાણાને વરાળથી બાફી લેવાં. બટાકાને બાફી, બારીક કકડી કરવીં. એક વાસણમાં થોડું તેલ મૂકી, હિંગનાંખી, વેજિટેબલ્સ વઘારવાં. તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો અનેલીલાં મરચાના બારીક કટકા નાંખવાં. પછી હલાવી, ઉતરા,ી કોપરાનું ખમણ, લીંબુનો રસ અને લીલા ધાણાને સમારી, ધોઈ, કોરા કરી નાંખવા.
મેંદામાં મીઠું નાંખી ચાળવો. તેમાં માખણ નાંખી હલકે હાથે ભેગું કરવું. પછી બરફનું ઠંડું પાણી નાંખી લોટ બાંધવો. જરાકે લોટ મસળવો નહિ. પછી તેના ગોળા વાળી પાઈ ટ્રેના માપ પ્રમાણે બે રોટલા બનાવવા. ઘી લગાડેલી પાઈ ટ્રેમાં એક રોટલો ગોઠવી તેના ઉપર વેજિટેબલ્સ પાથરવાં. બીજા રોટલામાંથી સાંકડી પટ્ટી કાપી, તૈયાર કરેલા રોટલા ઉપર સાદડી જેમ (ચોકઠાં પડે તેમ) મૂકવી. અાડી-ઉભી પટ્ટીઓ ગોઠવવાથી ચોકઠાં પડશે. અાજુબાજુ ગોળાકારમાં જે પટ્ટી વધી હોય તે ગોઠવી, કાંટાથી ડિઝાઈ નપાડવી. પછી ઓવન ગરમ કરી બન્ન પડ કડક થાય તે પ્રમાણે બેક કરી, પાઈ કાઢી લેવી. એક ચોકઠામાં લીલી ચટણી અને એક ચોકઠામાં ટોમેટો સોસ ભરી તેના ઉપર એક એક કટકો અખરોટનો મૂકવો.