વેજિટેબલ પોટેટો પીઝા
 • 916 Views

વેજિટેબલ પોટેટો પીઝા

Ingredients - સામગ્રી

 • પીઝા બેઝ માટે –
 • 500 ગ્રામ બટાકા
 • 250 ગ્રામ શક્કરિયાં
 • 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર
 • 3 બ્રેડની સ્લાઈસ
 • 1 ટેબલસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
 • મીઠું, તેલ
 • ફિલિંગ માટે –
 • 100 ગ્રામ વટાણા
 • 100 ગ્રામ ફણસી
 • 100 ગ્રામ ગાજર
 • 100 ગ્રામ બટાકા
 • 1 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
 • 1 ટીસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
 • 1/2 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • મીઠું, ખાંડ, સોડા, તેલ, હિંગ
 • ટોપિંગ માટે –
 • કેપ્સીકમની રીંગ
 • કોપરાનું ખમણ
 • લીલા ધાણા, ચીઝ, સોસ
 • સોસ માટે –
 • 500 ગ્રામ ટામેટા
 • 2 ડુંગળી, 4 કલી લસણ
 • મીઠું, મરચું, ખાંડ, તેલ
 • એક વાસણમાં તેલ ગરમ કરી, તેમાં ડુંગળીનું કચુંબર અને વાટેલું લસણ નાંખી, સાંતળી, ટામેટાના કટકા નાંખવા, મીઠું, મરચું, ખાંડ નાંખી, ઉકળે એટલે ઉતારી, ઠંડુ પડે એટલે મિક્સરમાં એકરસ કરી, ગાળી સોસ તૈયાર કરવો.

Method - રીત

ગાજર, ફણસીના કટકા અને વટાણાને પાણીમાં થોડો સોડા નાંખી બાફવા. બટાકાને બાફી, છોલી, બારીક કટકા કરવા. એક વાસણમાં તેલ મૂકી, હિંગ નાંખી શાક વઘારવું. તેમાં મીઠું, ખાંડ, તલ, નાળિયેરનું ખમણ, અાદું-મરચાં નાંખી, ઉતારી લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી પૂરણ બનાવવું.

બટાકા, શક્કરિયાંને બાફી, માવો કરી, તેમાં મીઠું, અાદું-મરચાં, કોર્નફ્લોર અને બ્રેડની સ્લાઈસને પાણીમાં બોળી તરત કાઢી, દબાવી પાણી કાઢી, ભૂકો કરી નાંખવો. તેમાં લીંબુનો રસ નાંખી, મસળી, કણક તૈયાર કરવી. તેમાંથી લૂઓ લઈ હાથથી રોટલો થાપવો. બેકિંગ ડિશને તેલ લગાડી, થોડો કોર્નફ્લોર છાંટી, બટાકાનો રોટલો મૂકવો. ઉપર સોસ લગાડી, પૂરણ મૂકી ફરી સોસ લગાડી કેપ્સીકમની રીંગ, કોપરાનું ખમણ, થોડા લીલા દાણા અને ખમણેલું ચીઝ ભભરાવી ઓવનમાં 350 ફે. તાપે બેક કરવા. ચીઝ ઓગળે એટલે કાઢી, કટકા કરી ટોમેટો સોસ અથવા દહીંની ચટણી સાથે પીરસવા