વેજિટેબલ પુલાવ
  • 1078 Views

વેજિટેબલ પુલાવ

Ingredients - સામગ્રી

  • 200 ગ્રામ વટાણા
  • 100 ગ્રામ બટાકા, 100 ગ્રામ ફ્લાવરના ફૂલ
  • 500 ગ્રામ બાસમતી ચોખા (જૂના)
  • 7 લીલાં મરચાં, કટકો અાદું
  • 50 ગ્રામ નાળિયેરનું ખમણ
  • 25 ગ્રામ કાજુ (ઘીમાં સાંતળીને)
  • 25 ગ્રામ દ્રાક્ષ (ઘીમાં સાંતળીને)
  • 100 ગ્રામ ટામેટાં
  • 2 ડુંગળી, 1 લીંબુ
  • 1 ઝૂડી લીલા ધાણા
  • મીઠું, હળદર, ખાંડ, ઘી, તજ, લવિંગ,
  • મીઠા લીમડાનાં પાન
  • સૂકો મસાલો – તજ, લવિંગ, એલચી, મરી, વરિયાળી, ધાણા, જીરુંને થોડા તેલમાં શેકવાં. પછી ખાંડી, ચાળી લેવું. દરેક વસ્તુ થોડી થોડી લઈ 2 ચમચા તાજો ગરમ મસાલો બનાવવો.

Method - રીત

એક તપેલીમાં ઘી મૂકી, તજ, લવિંગ અને મીઠા લીમડાનાં પાનનો વઘર કરી, તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. બદામી રંગ થાય એટલે લીલા વટાણા નાંખી સાંતળવા. પછી તેમાં ફ્લાવરના ફૂલના કટકા, છોલેલા બટાકાના કટકા અને ચોખાને ધોઈને સાધારણ સાંતળી, પ્રમાણસર પાણી નાંખવું. (વટાણા પીળાશ ડતા અને સાધારણ સુકાયેલા હોય તો પહેલાં બાફી લેવાં.) તેમાં મીઠું અને હળદર નાંખવાં. એક-બે ઊભરા અાવે એટલે તાપ એકદમ ધીમો કરી દેવો. ભાત બફાય અને થોડું પાણી રહે એટલે તેમાં સૂકો ગરમ મસાલો, ખાંડ, વાટેલાં અાદું-મરચાં, નાળિયેરનું ખમણ, કાજુના કટકા, દ્રાક્ષ અને ટામેટાંના નાના કટકા કરી, ઉપર ગોઠવી, સીઝવા મૂકવો. બરાબર સિઝાઈને ખીલી જાય અને છૂટો થાય એટલે ઉતારી, લીંબુનો રસ, નાળિયેરનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા