દહીંમાં મીઠું, ખાંડ, મરીનો ભૂકો, લીલા મરચાનાં બારીક કટકા, અને ક્રીમ નાંખી, બરાબર મિક્સ કરી ડ્રેસિંગ બનાવવું.
રીત – લીલા વટાણાને બાફી ઠંડા પાણીમાં નાંખી તાજા કરવા, ગાજરને છોલી બારીક કટકી, કેપ્સીકમના બી કાઢી, લાંબી ચીરી, ફ્લાવરના ફૂલના કટકા અને બટાકાને બાફીને કટકા કરવા.
એક બાઉલમાં બધું વેજિટેબલ ભરી, ડ્રેસિંગ નાંખી, હલાવી, ફ્રિજમાં મૂકી ઠુંડુ કરવું. પછી લીલા ધાણાથી સજાવટ કરવી.