વેજિટેબલ સરપ્રાઈઝ
 • 305 Views

વેજિટેબલ સરપ્રાઈઝ

Ingredients - સામગ્રી

 • 200 ગ્રામ લીલા વટાણા
 • 200 ગ્રામ તુવેરના લીલવા
 • 100 ગ્રામ ફણસી
 • 4 લીલાં મરચાં, કટકો આદું
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 100 ગ્રામ કેપ્સીકમ
 • 1 નાની ઝૂડી લીલા ધાણા
 • 1 કપ વ્હાઈટ સોસ
 • 1 નાનું પેકેટ ચીઝ
 • 4 ટેબલસ્પૂન બ્રેડક્રમ્સ
 • મીઠું, મરીનો ભૂકો, ઘી, તજ, લવિંગ

Method - રીત

લીલા વટાણા, તુવેરના લીલવા અને સમારેલી ફણસીને વરાળથી બાફી લેવાં. એક તપેલીમાં થોડું ઘી મૂકી, તજ-લવિંગનો વઘાર કરી શાક વઘારવું. તેમાં મીઠું, મરીનો ભૂકો, વાટેલાં આદું-મરચાં, કોપરાનું ખમણ અને કેપ્સીકમની લાંબી, પાતળી, ચીરી કરી નાંખવી. થોડી વાર હલાવી, ઉતારી, તેમાં લીલા ધાણા નાંખવા.

બેકિંગ ડિશમાં ઘી લાડી, બાફેલાં વેજિટેબલ્સ પાથરવાં. ઉપર વ્હાઈટ સોસ રેડવો. તેના ઉપર ખમણેલું ચીઝ પાથરી, બ્રેડક્રમ્સ ભભરાવી, 350 ફે. તાપે ગરમ ઓવનમાં 15 મિનિટ બેક કરવું.