વેજિટેબલ્સ કરી
  • 482 Views

વેજિટેબલ્સ કરી

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ ટામેટા
  • 100 ગ્રામ લીલા વટાણા
  • 100 ગ્રામ ગાજર
  • 100 ગ્રામ બટાકા
  • 50 ગ્રામ ફ્લાવર
  • 1 ડુંગળી, 1 ઝૂડી લાલ ધાણા
  • 1 ટીસ્પૂન મલાઈ
  • મીઠું, ઘી, ચપટી ખાંડ
  • વાટવાનો મસાલો –
  • 3 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
  • 1 ટીસ્પૂન ચારોળી
  • 2 લીલાં મરચાં, કટકો આદું
  • 2 લાલ મરચાં, 6 કળી લસણ
  • 1/4 ટીસ્પૂન જીરુ, 5 લવિંગ, 2 કટકા તજ
  • 1/2 ટીસ્પૂન હળદર
  • બધું વાટી મસાલો બનાવવો.

Method - રીત

લીલા વટાણા, ગાજરનો સફેદ ભાગ કાઢી, પાતળી, નાની ચીરીઓ, ફ્લાવરના કટકા, છોલેલા બટાકાના કટકા બધું શાક વરાળથી બાફી લેવું. ટામેટાને બાફી, સૂપના સંચાથી ગાળી સૂપ તૈયાર કરવો.

એક તપેલીમાં 2 ચમચા ઘી મૂકી, ડુંગળી સમારીને નાંખવી. પછી વાટેલો મસાલો સાંતળવો. ઘી ઉપર આવે એટલે બાફેલા શાક નાંખવા. તેમાં મીઠું, થોડી ખાંડ અને ટામેટાનો સૂપ નાંખવો ગ્રેવી ઉકળે એટલે લીલા ધાણા નાંખવા. ગ્રેવી જાડી લાગે તો થોડું ગરમ પાણી નાંખવું. બરાબર ઉકળે એટલે નીચે ઉતારી, મલાઈ નાંખી, હલાવી પુલાવ સાથે વેજિટેબલ કરી આપવી.