વર્મીસેલી બ્રેડ રોલ્સ
 • 1168 Views

વર્મીસેલી બ્રેડ રોલ્સ

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ લીલા વટાણા
 • 100 ગ્રામ વર્મીસેલી (મેંદાની બારીક સેવ)
 • 50 ગ્રામ પનીર
 • નંગ-3 બટાકા, 2 કેપ્સીકમ,
 • નંગ-4 લીલાં મરચાં, કટકો અાદું, 1 લીંબુ
 • 1 નાની ઝૂડી ધાણા
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન ધાણાજીરું
 • 1 પેકેટ બ્રેડ (મોટી સાઈઝમાં)
 • મીઠું, ખાંડ, તેલ, હિંગ, થોડું દૂધ

Method - રીત

લીલા વટાણાને અધકચરા વાટવા. બટાકાને બાફી, નાની કટકી કરવી. 50 ગ્રામ વર્મીસેલીને થોડા તેલમાં સાંતળી લેવી. એક વાસણમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી, વટાણાનો ભૂકો વઘારવો. તેમાં થોડું મીઠું નાખી, ઢાંકણ ઢાંકી ધીમા તાપે બફાવા દેવો. બરાબર બફાય એટલે બટાકાની કટકી, સાંતળેલી વર્મીસેલી, કેપ્સીકમના બારીક કટકા, મીઠું, ખાંડ, વાટેલાં અાદું-મરચાં, તલ, ગરમ મસાલો અને ધાણાજીરું નાખવાં. પછી પનીરને છીણી તેમાં મિક્સ કરી ઉતાળી, લીંબુનો રસ, લીલા ધાણા અને કોપરાનું ખમણ નાંખવું.

બ્રેડની સ્લાઈસની બાજુની કિનારી કાઢી, એલ્યુમિનિયમના ફોઈલ ઉપર મૂકી, તેના ઉપર દૂધ લગાડવું. તેના ઉપર તૈયાર કરેલું પૂરણ ભરી, સ્લાઈસની બન્ને બાજુ ભેગી કરી, રોલ્સ બનાવવા. તેને બાકી રાખેલી વર્મીસેલીના (સેવના ચૂરામાં) ભૂકામાં રગદોળી તેલમાં તળી લેવા. ટોમેટો સોસ સાથે પીરસવા.