વટાણાને પાણીમાં થોડો સોડા નાંખી બાફવા. સોડા નાંખવાથી રંગ લીલો રહેશે. પછી વાટી નાંખવા. એક વાસણમાં તેલ મૂકી, તજ-લવિંગનો (અધકચરાં ખાંડી) વઘાર કરી, વર્મિસેલીનો મોટો ભૂકો નાંખવો. સાધારણ સાંતળી તેમાં વાટેલા વટાણા, મીઠું, ખાંડ, ગરમ મસાલો, લીલા મરચાંના બારીક કટકા, તલ, કોપરાનું ખમણ અને ખસખસ નાંખી હલાવી ઉતારી લેવું. કોપરાનું ખમણ અને ખસખસ નાંખી હલાવી ઉતારી લેવું. પછી લીંબુનો રસ અને લીલા ધાણાને ધોઈ સમારી, કોરા કરી નાંખવા.
બટાકાને બાફી, છોલી માવો બનાવવો. તેમાં મીઠું અને વાટેલાં અાદું-મરચાં નાંખી, મસળી, તેમાંથી લૂઓ લઈ વાડક અાકાર કરવો તેમાં સૂરણ ભરી, બંધ કરી, બેલ્સ બનાવી, વર્મિસેલીના ભૂકામાં બરાબર રગદોળવા. પછી તેલમાં તળી લેવા. ટોમેટો કેચપ સાથે પીરસવા.