વિટામિન સેલડ સૅન્ડવિચ
 • 932 Views

વિટામિન સેલડ સૅન્ડવિચ

Ingredients - સામગ્રી

 • ૧૨ સ્લાઇસ બ્રેડ
 • ૨ મધ્યમ કદનાં બાફીને મસળેલા બટાકા
 • ૬ ચમચા કોબીજની છીણ
 • ૬ ચમચા ગાજરની છીણ
 • ૧૦૦ ગ્રામ ઘેર બનાવેલું પનીર
 • ૧૦૦ ગ્રામ તાજું ઘટ્ટ દહીં
 • ૨ ચમચી મીઠું
 • ૧ ૧/૨ ચમચી મરીનો પાઉડર
 • ૧/૨ ચમચી જીરાનો પાવડર
 • ૧ બારીક સમારેલ લીલું મરચું
 • ૨ કળી લસણ
 • ૧૦૦ ગ્રામ માખણ
 • ૧ મધ્યમ કદની બારીક સમારેલી ડુંગળી

Method - રીત

પનીર બનાવતી વખતે લસણને વાટીને તેમાં ભેળવી દો. પનીર જામી જાય એટલે તેને છીણીને બાજુ પર રાખો. બ્રેડની સ્લાઇસ પર એક બાજુએ માખણ લગાવો. હવે ઘટ્ટ દહીં, બટાકાં, ડુંગળી, મીઠું, જીરું, મરી અને લીલું મરચું ભેળવી ખૂબ હલાવો. આ મિશ્રણના બે ભાગ કરો. એક ભાગમાં સમારેલી કોબીજ અને બીજા ભાગમાં ગાજરની છીણ ભેળવો. બ્રેડની સ્લાઇસોનો માખણવાળો ભાગ ઉપર રાખો. તેમના અડધા ભાગમાં બંને મિશ્રણ થોડું થોડું પાથરી પનીરની છીણ તેના પર ભભરાવો. હવે સ્લાઇસ ગોઠવો.